તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:8 વર્ષ અગાઉ જેલની ધમકી આપી 1000ની લાંચ લેનાર જમાદારને 3 વર્ષની સખત કેદ, પિતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારા તાલુકાના એક ખેડૂત પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી, જે બાબતે તાલીમ પોલીસ કર્મી દ્વારા પુત્રને જેલમાં ન બેસાડવા 1000 રૂપિયાની લાંચ માગી હતી, જેને લઇને પુત્રએ એસીબીમાં સંપર્ક કરતા જમાદારને લાંચ લેતા ઝડપી પાડયા હતા. આઠ વર્ષ બાદ ચુકાદો આવતાં જમાદારને 3 વર્ષની સખત કેદ અને 25 હજાર દંડ ભરવાનો હુકમ કર્યો હતો.વ્યારાના એક ગામમાં રહેતા ખેડૂત પિતા અને તેના પુત્ર વચ્ચે 2013માં ચાલતા કૌટુંમ્બિક ઝઘડામાં ખેડૂતે પુત્ર વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

જે પ્રકરણમાં 6 મે 2013ના રોજ જમાદાર જગદીશભાઈ કદમને મળ્યા હતા, જેથી જમાદારે ખેડૂત પુત્રને બેસાડી અને તારા વિરુદ્ધ ફરિયાદ હોય અટક કરી જેલમાં મૂકવો પડશે. ત્યારે પુત્રએ જમાદારને કાલકુદી કરી જેલમાં નથી જવું કહેતા જમાદારેએ રૂ.1 હજાર આપવા પડશે, નહીં તો જેલમાં મૂકી દઈશ એમ જણાવેલ. ખેડૂત પુત્રએ બીજા દિવસે પૈસા આપવા જણાવ્યું હતું. જમાદરે ખેડૂત પુત્રને જાણવેલ આજે જવા દેવ છું, કાલે હજાર રૂપિયા લઈ આવી જાજે.

ખેડૂત પુત્ર લાંચની રકમ આપવા માંગતો ન હોય સુરત એસીબીમાં ફરિયાદ આપી હતી. બીજા દિવસે ખેડૂત પુત્રએ જગદીશભાઈ કદમને1 હજારની લાંચ આપી રંગે હાથ પકડાવ્યો હતો, જે ગુના અંગે 8 વર્ષ બાદ તાપી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં સુનાવણી થતાં જમાદાર જગદીશભાઈ કદમને 3 વર્ષની સખત કેદની સજા અને 25,000નો દંડ, દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો