તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નિશિષની હત્યાના માસ્ટર માઇન્ડ વિજય પટેલને પકડવા 200થી વધુ પોસ્ટર લાગ્યાં

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં લાગેલા પોસ્ટર. - Divya Bhaskar
તાપી જિલ્લામાં લાગેલા પોસ્ટર.

વ્યારાના નગરના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહ 14મી મેની રાત્રીએ કારમાં આવેલા 4 હત્યારાઓએ બિલ્ડરને જાહેરમાં હત્યા કરી હતી. જે પ્રકરણમાં સંડોવાયેલા કુલ 06 આરોપી પકડાયા હતા. સોપારી આપનાર નવીન ખટિકના રિમાન્ડ દરમિયાન પોલીસને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી એવા શકમંદ તરીકે જેનું નામ હતું એવા તાપી જિલ્લાના બિલ્ડર વિજય પટેલનું નામ બહાર આવ્યું હતું.

જેને લઇને વ્યારા પોલીસે મુખ્ય આરોપી તરીકે વિજય પટેલને વોન્ટેડ જાહેર કરી તેના નામનો વ્યારા કોર્ટમાંથી વોરંટ ઈસ્યુ કર્યો હતો. હાલ આરોપી એવા વિજય પટેલ ભૂગર્ભ માં ઉતરી જતા આજ રોજ વ્યારા સહિત તાપી જિલ્લામાં 200 થી વધુ પોસ્ટર લગાવી દેવાયા હતા .જે દિવસે હત્યા થઇ તે બાદ આરોપી વિજય પટેલ નાસતો ફરતો હોય. જેને લઇને વ્યારા પોલીસ દ્વારા કોર્ટમાં કાયમી ધરપકડનું વોરંટ મેળવી લીધો હતો. શુક્રવારે પોલીસ દ્વારા હત્યાના ગુનાનો આરોપી એવા વિજય પટેલના પોસ્ટર જાહેર સ્થળો પર પોસ્ટર લગાડી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જાહેર સ્થળો પર વિજયના પોસ્ટર લગાડાયા
વ્યારા સહિત વિવિધ સ્થળો તાપી જિલ્લા જાહેર સ્થળો પર વિજય પટેલના પોસ્ટર પોસ્ટર લગાવ્યા છે જે કોઈને વિજય પટેલની જાણ હોય તે તાત્કાલિક વ્યારા પોલીસ નો સંપર્ક કરે> રાકેશ પટેલ, વ્યારા પીઆઇ

અન્ય સમાચારો પણ છે...