બેદરકાર તંત્ર:તાપી નદીના નવનિર્મિત પુલ પર દુર્ઘટના ટાળવા જાળી મૂકવી જરૂરી

માંડવી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્યુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતા પુલના સ્થાને નવા પુલ પર દુર્ઘટનાની શક્યતા

માંડવી નગર તથા તાલુકા સહિત વહાનચાલકો માટે આશીર્વાદરૂપ ગણાતા નવા પુલના નિર્માણથી લોખંડમાં ભારે ખુશી વ્યાપી ઉઠી છે, પરંતુ નવા પુલના સ્થાને ઘણા સમય સુધી ભાંગેલા પુલ તરીકે પ્રાપ્ત જગ્યા પર અનેક લોકોએ મૌનની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે.

ત્યારે નવા પુલની બંને સાઈડ પર પુલની ઉંચી જાળી લગાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. તાપી નદીના નવા પુલના સ્થાન પર વર્ષો સુધી ભાંગેલો પુલનું અસ્તીત્વ હતું, અને આ જગ્યાએ પાણીની ઉંડાઈ પણ વધુ હોય ત્યારેજીવનથી હતાશ થેયલ કોઈ આ ભાંગેલા પુલ પર આવી તાપી માં ઝંપલાવી દેતા મૃત્યુ પામ્યાની અનેક ઘટનાઓ બની છે.

હાલમાં નવા પુલ પર રાહદારીો માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ હતાશ લોકો ક્યારે ખુલ્લી જગ્યા પરથી ઝંપાલીવ દે એવી દહેશત રહેલી છે. ત્યારે આ જગ્યાને વધુ સુરક્ષિત બનાવવા માટે ઉંચી જાળીનું નિર્માણ કરે તેવી લોકમાંગ ઉઠી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જગ્યાને સુરક્ષિત બનાવી દેવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...