તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:‘મારો જીવ જતો રહે તો કઈ વાંધો નહીં, પરંતુ મારા કાળજાના કટકાને સારો કરીને રહીશ’

વ્યારા3 મહિનો પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક

માં તે મા બીજા વગડા ના વા ઉક્ત વાક્ય જય ગામીત નામનો બાળક જ્યારે મોટો થશે ત્યારે તેને ખબર પડશે. હાલ કોરોનાના કપરા કાળમાં લોકો એકબીજાથી અંતર બનાવીને બેઠા છે. ત્યારે વ્યારા તાલુકાના સાદડવણ ગામના ખેડૂત દંપતિના 6 માસના પુત્ર જય ગામીતને કોરોના પોઝિટિવ આવતા માતા-પિતાની મુશ્કેલી વધી ગઈ હતી.

જોકે માતા દ્વારા પોતાના જાનની પરવા કર્યા વગર પુત્ર સાથે કોવિડ હોસ્પિટલમાં પડછાયાની જેમ રહીને પોતાના કાળજાના ટુકડાને ખોળામાં જ રાખી તેને સારસંભાળ કરી રહી છે. બાળકની સાથે પડછાયાની જેમ રહેતા માતા દ્વારા પુત્રને સાજા કરવા માટે પોતાના જીવની પણ પરવા કરી નથી. આ અંગે માતા સંગીતા બહેન જણાવ્યું હતું કે, મારા કાળજાના કટકાને હું મુસીબતમાં કેમ મારાથી દૂર કરું. મારો જીવ જતો રહે તો કઈ નહીં પણ મારા જયને હું સારો કરીને જ રહીશ.

અન્ય સમાચારો પણ છે...