તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:વ્યારામાં રૂપિયા ડબલ કરનારી કંપનીમાં તાળા લાગી જતાં રોકાણકારો ભેરવાયા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલ્પતરૂ મોટલ્સ કેબીસીના એજન્ટ અને મેનેજર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

વ્યારા નગરમાં આવેલા એક કંપની દ્વારા ઓફિસ ખોલી પ્રજાજનોને બોલાવી રૂપિયા ડબલ કરવાના નામે ઉઘરાણું કર્યું હતું, જેમાં લોકોએ વિશ્વાસ રાખી પૈસા જમા કરાવ્યા પરંતુ ડબલ ન થતા છેવટે છેતરાયા હોવાનો અહેસાસ થતાં વ્યારા પોલીસ મથકે કંપનીના સંચાલકો વિરુદ્ધ કેટલાક લોકોએ 1.99 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાવતા વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યારા નગરના સમગ્ર વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં બીજા માળે કલ્પતરું મોટલ્સ કેબીસી એલ ઈન્ડીયા નામની કંપનીની ઓફિસ ખુલી હતી, જેમાં વ્યારા તાલુકાના પંચોલ ગામે રહેતા જગદીશભાઇ મણિલાલભાઈ ગામીત દ્વારા 2015માં કંપનીના એજન્ટ જયેશભાઈ રમેશભાઈ ગામીતના હસ્તે રોજના 30.000 રૂપિયા રોકાણ કર્યા હતા, જે પાંચ વર્ષે 60,000 રૂપિયા થવાનું જણાવી પૈસા જમા લઈ લીધા હતા. ત્યારબાદ અન્ય લોકોએ પણ આ કંપનીમાં પૈસા રોકાણ કર્યા હતા. હાલ પાકતી તારીખ હોવાથી જગદીશભાઈ ગામીત વ્યારાના સાઈમોલ ખાતે આવેલી કલ્પતરુ મોટલ્સ કેબીસીએલ ઇન્ડિયા નામની કંપનીમાં ઓફિસમાં આવ્યા હતા, જોકે કંપનીના લોકો તાળું મારી જતા રહ્યા હતા.

બીજી તરફ પૈસા રોકાણકારો વ્યારા ઓફિસે આંટાફેરા વધી ગયા હતા. છેવટે છેતરાયાનો અહેસાસ થતાં ગતરોજ જગદીશભાઈ મણિલાલ ગામીતએ વ્યારા પોલીસ મથકે આવી કલ્પતરુ મોટલ્સ કેબીસિએલ ઇન્ડિયા લિમિટેડના એજન્ટ જયેશભાઈ રમેશભાઈ ગામીત અને મેનેજર અભિલાષ નાયર અને હોદ્દેદારો માલિક મળી સામે રોકેલા નાણાંની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. આ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. કુલ 1, 99,800ની ફરિયાદ નોંધાવી હતી, જે પ્રકરણની વધુ તપાસ વ્યારા પીઆઇ રાકેશ પટેલએ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો