તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:વ્યારામાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર શરૂ કરવા રજૂઆત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા વિવિધ ડિગ્રી કોલેજોની એડમિશન પ્રક્રિયામાં મુંઝાતા વિદ્યાર્થીઓની સમસ્યાને લઇને તાપી જિલ્લાના અધિક કલેક્ટરને વહેલી તકે હેલ્પ સેન્ટર ખોલવા માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતુ.

અધિક કલકેટર બી.બી.વહોનિયા રજૂઆત કરતા એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યુંકે વ્યારા ખાતે ડીગ્રી કોલેજ જેમ કે એગ્રીકલચર કોલેજ તેમજ એન્જિ. જેવી ડીગ્રીઓના એડમીશન માટે હેલ્પ સેન્ટર નથી, જેના કારણે વિદ્યાર્થીઓને સુરત, બારડોલી, નવસારી સુધી મુસાફરી કરવી પડે છે. મહામારીનાં સમયમાં ગંભીર પ્રશ્ન બની ગયો છે. તેથી વ્યારા તેમજ તાપીની આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ વિનંતી કરીએ છીએ કે હેલ્પ સેન્ટર વ્યારા ખાતે શરૂ કરો જેથી લાંબી મુસાફરી ન કરવી પડે અને સમય બચાવી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો