રજૂઆત:વ્યારા નગરમાં 40 ફૂટના ડીપી રોડ પર ગેરકાયદે કેબિન દૂર કરવા રજૂઆત

વ્યારા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અનેકવાર નોટિસ છતાં દબાણ દૂર ન થતાં કલેકટરને ફરિયાદ

વ્યારામાં વિકાસના નકશામાં મંજૂર થેયલ 40 ફૂટના ડીપી રોડમાં દબાણ હટાવી બીએસએનએલ ઓફિસથી વેગી ફળિયા સુધી રોડ સાઈડ ઉપર ઉભા થયેલા દબાણ દૂર કરી દબાણ હટાવી વ્યારાના રોડ ખુલ્લો કરવા તાપી કલેકટરને રજૂઆત કરાઈ હતી. કલેક્ટરનાં આદેશ પછી આ દબાણ દૂર કરવા પાલિકાની વ્હાલા- દવાલાની નીતિને લઈ ફરી તાપી કલેક્ટરને ફરિયાદ થઈ છે.

વ્યારાના રહીશ બ્રિજેશભાઈ કંસારાએ કલેકટરને લેખિતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ વ્યારા પાલિકાનાં વિકાસ નકશામાં મંજૂર 40 ફૂટના ડીપી રોડમાં ગેરકાયદેસર કેબીનો તથા અન્ય દબાણો હટાવી બી.એસ.એન. ઓફીસથી વેગી ફળીયા તથા ઉનાઈ રોડથી વેગી ફળીયા સુધી રોડ સાઈડ પર ઉભા થયેલા કેબીનો દૂર કરી અન્ય દબાણ હટાવા ઝુબેશ કરી વ્યારાના રોડ રસ્તા ખુલ્લા કરવા સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરી રહી છે.

પાલિકાને દબાણ દૂર કરવામાં રસ નથી. 16.03.21નાં રોજ દબાણ હટાવવા માટે અરજી થઈ હતી. તેને લઈ કલેકટર કચેરીએથી 09.06.21 નાં રોજ ચીફ ઓફીસરને પગલા ભરવા નોટિસ મોકલી હતી. વિકાસ નકશામાં મંજૂર 40 ફુટના ડીપી રોડમાં કેબીનો તથા અન્ય દબાણો આજદિન સુધી હટાવવાની ઝુંબેશ ચીફઓફિસરે પુરી કરી નથી. અગાઉ પાલિકા દ્વારા રોડ પર દબાણ હટાવવા માટે 7 દિવસ અને 5 દિવસની નોટીસ આપી હતી. આખરી નોટીસ 3 દિવસની આપી. 12 ઓગષ્ટનાં રોજ ફરી દબાણ દૂર કરવા રજૂઆત થઇ હતી. સોમવારે ફરી કલેકટરને રજૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...