તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વ્યારા કોલેજ ખાતે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા ABVPની રજૂઆત

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગર આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બસ સ્ટેન્ડ બનાવાયું છે. હાલ બસ સ્ટેન્ડ લોકાર્પણના અભાવે બિનઉપયોગી બની રહ્યું છે ત્યારે ચોમાસાની ઋતુ હોય વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે બસ સ્ટેન્ડને નામકરણ અને ઉદઘાટન કરી પ્રજાના ઉપયોગ માટે ચાલુ કરી દેવાય એ માટે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા અને ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ રજૂઆત કરી હતી.

વ્યારા નજીક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલ કાર્યરત થઇ રહી છે. ત્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અવરજવર કરે છે, જેમના ઉપયોગ માટે માર્ગની બાજુમાં એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. એ બસ સ્ટેન્ડને લોકાર્પણના અભાવે કાર્યરત થયું નથી. હાલ કોલેજ શરૂ થઈ રહી છે.સાથે ચોમાસાની ઋતુ પણ શરૂ થઇ રહી છે. વરસાદમાં વિદ્યાર્થીઓને અવા જવા બસ સ્ટેન્ડ ઉપયોગી બની શકે એમ છે. જેને લઇને વ્યારા બસસ્ટેન્ડનું નામ બિરસામુંડાજી અને વહેલી તકે બસ સ્ટેન્ડ નું ઉદઘાટન કરવામાં આવે તે માટે વ્યારા પાલિકા પ્રમુખ સેજલબેન રાણા અને ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણને આવેદન આપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...