તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:વ્યારામાં એક્યુપ્રેશર પાર્ક માટે CO અને DFOનું નિરીક્ષણ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલો પ્રોજક્ટ અધૂરો

વ્યારા નગરપાલિકા નવા પ્રોજેક્ટો કરી નગરજનોની સુવિધા વધારશે આયોજન કરાય છે. વ્યારા નગરના જળવાટિકા બાગ નજીક 44 લાખના એક્યુપ્રેસર વૉક વેના ખાર્તમહુર્ત કરાયુ હતું. જે કામ દોઢ વર્ષે પણ અધુરૂ રહી જતા વ્યારા નગરના સ્વાસ્થ્ય પ્રેમીઓ સહિત તળાવની ફરતે હરવા ફરવા આવતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વ્યારા નગરપાલિકા ગંભીરતા દાખવી અધૂરી કામગીરી પુર જોશ ચાલુ કરી સાથે આજ રોજ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને વ્યારાના ડીએફઓ આનંદકુમારે પાર્કની જરૂરી ઓક્સિજન આપતા ઝાડો આપવા બાબતે ચર્ચા કરી હતી.

વ્યારા નગરજનોને અને ખાસ રમતવીરોને ધ્યાનમાં રાખીને 44 લાખના ખર્ચે એક્યુપ્રેસર રોડ આયોજન કર્યું હતું જે મંજૂર કરી કરતા 17.1.20ના રોજ વ્યારા પાલિકાના આગેવાનોએ દ્વારા ખાર્તમહુર્ત કરાયું હતું. વ્યારામાં અકેયુપ્રેસર રોડ માટે ગાયત્રીમંદિરની પાછળ સ્ટેશન તરફ જવાના રસ્તા પર એક પટો પેવર બ્લોક, એક પટો ઘાસ અને એક પટો ગ્રાવાલથી બનાવશે સાથે ઓક્સિજન વધુ આપતા ઝાડો રોપાશેના આયોજન કરી દેવાયા હતા. જેને પગલે નગરજનોને એકાદ વર્ષમાં સુવિધા પૂરી પાડે એવી આશા સેવી રહ્યા હતા.

પરંતુ દોઢ વર્ષ થવા છતાં કામ પૂર્ણ થયુ નથી. આજરોજ વ્યારા પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ અને વ્યારા વનવિભાગના ડી.એફ.ઓ આનંદકુમાર દ્વારા એક્યુપંચર પાર્કની મુલાકાત લઇ જરૂરી સુધારા વધારા કરવા ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...