માવજત:વ્યારા નગરમાં 7 ટેન્કરો રોજ 35000 લિટર પાણીનું સિંચન કરી રાખે છે ડિવાઇડરના ફૂલછોડને હરિયાળા

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરના ફૂલછોડને ગરમીમાં રાહત. - Divya Bhaskar
વ્યારા નગરના ફૂલછોડને ગરમીમાં રાહત.
  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરને હરિયાળું રાખવા પાલિકાની રોજિંદી કવાયત

વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરમાં ગ્રીન વ્યારા રહે એ માટે સતત કાર્યશીલ બની રહી છે. વ્યારા નગરના માર્ગ પસાર થતા વિવિધ રસ્તાઓ પર ડિવાઈડર ઓ ની અંદર વિવિધ પ્રકારના ફુલછોડ અને ડેકોરેશન ફૂલ નું વાવેતર કર્યું છે.હાલ ઉનાળાની સીઝન ચાલી રહી હોય આવા સમયે ફુલ છોડ ને પણ પાણીની જરૂરિયાત વધારે હોય છે. નગરપાલિકા દ્વારા રોજ 7 ટેન્કરોમાં 35 હજારથી વધારે લીટર પાણી વિવિધ સ્થળે રોપેલા ફુલછોડ ઓ સિંચન કરી તેની માવજત કરી રહી છે. જેને લઇને પર્યાવરણવાદીઓ માં આનંદની લાગણી છવાઈ રહી છે.

વ્યારા નગરપાલિકા દ્વારા નગરજનોને સુવિધા આપવાની સાથે નગરમાં વિવિધ જાળવણી કરવામાં પણ યોગ્ય આયોજન કરી રહી છે. વ્યારા નગરના મિશન નાકા થી લઈ જનક નાકા સુધી હાઇવે પર ડિવાઈડર માં ફૂલછોડ આવેલા છે. તેમજ ચાર રસ્તાથી રેલવે સ્ટેશનને જોડતા માર્ગો ઉપર ડિવાઈડર ઓ ફૂલછોડ આવેલા છે.આ સિવાય અન્ય વિવિધ સ્થળોએ આવેલા ડીવાયડરો અને નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ રોપવામાં આવેલા વૃક્ષોની જાળવણી માટે નગરપાલિકા દ્વારા ઉનાળાને લઈ ખાસ આયોજન કરાઇ રહ્યું છે. વ્યારા નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન દ્વારા પાણી વિભાગ ની ટિમ સાથે સંકલન માં રહી આયોજન કર્યું હતું. વ્યારા નગરમાં 7 જેટલાં ટેન્કરો માં રોજ 35 હજાર લિટર જેટલું પાણી ભરવામાં આવે છે અને નગરપાલિકાના ટેન્કરો અને તેમની ટીમ દ્વારા રોજે રોજ ફુલછોડ માં પાણી નાખી તેનું માવજત કરી રહ્યા છે.

હાલ ઉનાળાની ઋતુ ને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા ફૂલ છોડની માવજત ને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં પણ આનંદ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉનાળામાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીમાં પણ સુંદર આયોજન કરવાને પગલે ઉનાળા દરમિયાન પાણીનો કકળાટ ક્યાંય સાંભળવા મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...