તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગત રોજ ગાંધીનગર ખાતે મળેલી ભાજપની બેઠકમાં વિવિધ નિર્ણય કરાયા હતા, જેના કારણે તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકામાં હાલ યોજાનારી ચૂંટણીમાં દાવેદારી કરનાર પાંચ જેટલા ઉમેદવારોની મુશ્કેલીઓ વધી ગઇ હતી. વ્યારા નગર પાલિના ભાજપના દાવેદારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાઈ ગયો હતો. વ્યારા નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ મહેરનોઝભાઈ જોખી પણ 60 વર્ષની ઉપરના હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.
ગાંધીનગર ખાતે ભાજપની બેઠકમાં વિવિધ નિર્ણય કર્યા હતા, જેમાં 60 વર્ષની વધુ ઉંમરના અને ટિકિટ નહીં મળે તેમજ 3 વાર ચૂંટાયા હોય તેવા સભ્યોને ટિકિટ ન આપવાના નિર્ણય કરાયો હોવાને પગલે વ્યારા નગરપાલિકા ભાજપમાં ભારે ચર્ચા હતી. વ્યારા નગરપાલિકાના મહત્વના ઉમેદવારો ગણાતા કેટલાક સભ્યો 60 વર્ષની ઉપરના થતા મુશ્કેલી મુકાયા હતા, જ્યારે વ્યારા નગરપાલિકામાં એક માત્ર ભાજપ તરફથી ત્રણ વાર ચૂંટાયા હોય એવા સભ્ય રાકેશભાઈ જગદીશભાઈ શાહ (કાચવાલા) છે, જ્યારે 60 વર્ષની ઉંમરથી વધુ ઉંમર ધરાવતા અને હાલ ભાજપમાં નગરપાલિકામાં દાવેદારી કરનારા તત્કાલીન પ્રમુખ મહેરનોઝભાઇ એચ. જોખી તેમજ હિતેન્દ્રભાઈ એસ. ઉપાધ્યાય અને રક્ષાબેન બી.શાહ અને પાર્વતીબેન વી. પ્રજાપતિ જેઓ 60 વર્ષની વય પાર કરી ચૂક્યા છે.
વ્યારા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ મહેરનોઝ જોખી અને વ્યારાના હિતેન્દ્રભાઈ ઉપાધ્યાયએ સિનિયર, અનુભવી અને અભ્યાસુ નગર સેવકો છે. વિવિધ હોદ્દાઓની જવાબદારીઓ નિભાવી હતી. આ નિર્ણયથી વ્યારા નગરપાલિકાના ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. આવા માહોલના કારણે હાલના કેટલાક નગરસેવકોને મુશ્કેલી વધવાની સાથે નવા ચહેરાઓને આવના શક્યતાઓ પણ રહેલી છે.ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફાર થી વ્યારા ભાજપમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.