તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વ્યારામાં 12 જુગરિયા 2.59 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા એલસીબીએ જુગાર રમતા 12 આરોપીઓ પકડયા હતા. - Divya Bhaskar
વ્યારા એલસીબીએ જુગાર રમતા 12 આરોપીઓ પકડયા હતા.
  • 1.23 લાખ રોકડા, મોબાઇલ અને બાઇક કબજે

તાપી જિલ્લા એલસીબી પીએસીઆઈ ને બાતમી મળી હતી કે વ્યારા નગરના વૃંદાવાડી વિસ્તારમાં એક ઘરમાં કેટલાક ઇસમો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે. જે આધારે વૃંદાવાડીમાં ઘરમાં રેડ કરતાં 12 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, તેમની પાસે 1.23 લાખ રૂપિયા રોકડા સહિત અન્ય 2.59 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે લઇ 12 આરોપીની અટક કરી હતી.

એલસીબી પીએસઆઇ વાય.આર. શીરસાટ ને બાતમી મળેલ હતી કે વ્યારા વૃન્દાવાડી આઈસ ફેકટરી પાછળ સ્વ.ધીરૂભાઈ ગામીતના ઘરમાં હાલ રહેતી તેમની દિકરી વૈશાલીબેનના ઘરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે આધારે એલસીબી પીઆઇ આર. એમ.વસેયાને જાણ કરી સ્ટાફ સાથે રેડ કરતા વ્યારા વૃંદાવાડી ખાતે મકાનની ઓરડીમાં પ્લાસ્ટીકની સાદડી પાથરી 12 ઈસમો ગંજીપાના રાખી કુંડાળુ કરી દાવ ઉપર તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા.

તથા અંગ ઝડતી કરતા રોકડા 1.05.640 તથા દાવ ઉપરના રોકડા રૂ .17500 એમ મળી કુલ રૂ.123140 તથા મોબાઈલ નંગ- 13 કિ.રૂ .1.06000 તથા જુગારના સાધનો જુગારના પાના તથા જુગાર રમવાની કેટ તથા મો.સા. નંગ 2 રૂ. 40 મળી કુલ રૂ. 2.59.140 ના મુદ્દામાલ મળી આવ્યો હતો.જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...