ફફડાટ:વાલોડના ખાંભલામાં દીપડો પાંજરા પાસે આવી ચક્કર મારી જાય છે

માયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દીપડો પકડાયા બાદ તેને ધોવામાં ન આવતા બીજો દીપડો પાંજરે પુરાતો નથી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખાંભલા ગામે દીપડો ફરી આંટાફેરા કરતો હોય ગ્રામજનોએ વનવિભાગને આ બાબતે જાણ કરતા પાંજરૂ મૂકી ગયા બાદ સ્પ્રેનો છંટકાવ કરી મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતુ. કેમેરામાં દીપડો ન આવ્યા ના વિડિયો રેકોર્ડ ન થયાના આક્ષેપો ખાંભલા ગામના રહીશો કરી રહ્યા છે. વાલોડ તાલુકાનું ખાંભલા ગામ જે દીપડાનું અભ્યારણ તરીકે ઓળખાય છે, ખાંભલા ગામમાં દીપડો ફરી પાછો એક અઠવાડિયા ગામમાં ફરી રહ્યો છે.

એ બાબતે ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમના સભ્ય હરસિંગભાઈ ચૌધરીએ વાલોડ વનવિભાગમાં જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ ખાંભલા ગામે મારણ સાથે પાંજરુ મુકી ગયા હતા. હરસિંગભાઈએ જણાવ્યું હતું કે મારણ અને પાંજરુ ગોઠવવાનું કામ પણ ગામવાળાઓએ કર્યુંં હતું. દિપડો રોજ પાંજરા નજીક આવીને જતો રહે છે, તે વાતની જાણ હરસિંગભાઈ વનવિભાગમાં જાણ કરતા વનવિભાગના કર્મચારી ફોરેસ્ટર ગાંધી હરસિંગભાઈને નાઈટ વિઝન કેમેરા આપી ગયા હતા. ગઈકાલે હરસિંગભાઈએ નાઈટ વિઝન કેમેરો પાંજરા પાસે મુક્યો હતા.

રાત્રે ફરી દિપડો પાંજરા પાસે આવી મૂત્ર કરી ગયો હતો. સવારે કેમેરો તપાસ કરતા કેમેરામાં કોઈ વીડીયો કે ફોટા ન આવ્યા હતા. સરકારી કેમેરા પણ શોભાના ગાઠીયા જેવા હતા, ત્યારબાદ હરસિંગભાઈનો કોલ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિનભાઈ રાઠોડ પર આવતા દિપડો પાંજરામાં કેદ નથી થતો અને નજીક આવી જતો રહે આમ ચર્ચા કરવામાં આવી હતી.

જતીન રાઠોડના જણાવ્યા મુજબ દીપડો જ્યારે પાંજરામાં પુરાય ત્યાર પછી વનવિભાગના કર્મચારીઓ દીપડાને છોડીને આવે પછી પાંજરાને ફિનાઈલ, ડેટોલ કે શેમ્પૂ વડે પાણી નાખી ધોઈ લેવાનું હોય છે કે જે દીપડો પાંજરામાં પૂરાયો હોય એના વાળ કે મળમૂત્રની ગંધ ન રહે, પાંજરાને ધોવામાં નહી આવે તો ઘણીવાર બીજા દિપડા પાંજરામાં પૂરાતા નથી, તો વનવિભાગને કહી વનવિભાગના કર્મચારીઓ આવી પાંજરાને ધોઈ જશે, પરંતુ એ કામ પણ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય હરસિંગભાઈએ કરવું પડયું હોવાની માહિતી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...