દુર્ઘટના:ઉમરકુઈ ગામે શોર્ટસર્કીટથી આગ લાગતા 2 મકાનો ખાક

વ્યારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા તાલુકાના ઉમરકૂઇ ગામે શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ખાક થયેલા બે પરિવારોના ઘર અને સામાન. - Divya Bhaskar
વ્યારા તાલુકાના ઉમરકૂઇ ગામે શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ખાક થયેલા બે પરિવારોના ઘર અને સામાન.
  • એકાએક આશરો છીનવાતા 2 ગરીબ પરિવારો મુશ્કેલીમાં

વ્યારા તાલુકા ના ઉમરકુઈ ગામમાં રહેતા 2 પરિવારના સભ્યો મરણ પ્રસંગમાં અન્ય ગામમાં ગયા હતા, દરમિયાન બે ભાઈઓના ઘરમાં આકસ્મિક રીતે શોર્ટસર્કિટથી આગ હતી. લાકડાના મકાન અને પ્રથમ માળે ઘાસના પુળિયા મુકેલ હતા, જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે ઘરોમાં આગના કારણે ફર્નિચર, સમાન, અનાજ સહિત તમામ ચીજો બળી ગઈ હતી.

વ્યારા તાલુકાનાં ઉમરકુઈ ગામે રહેતા ભરતભાઇ રંગજીભાઈ ગામીત અને ભીલિયાભાઇ રંજીભાઈ ગામીત પરિવાર સાથે રહે છે. પરિવારજનો મરણપ્રસંગમાં અન્ય ગામ ગયા હતા. તે દરમિયાન સવારના અરસામાં અચાનક આકસ્મિક રીતે આગની લપેટમાં આવી જતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગને ઓલવવા માટે ગામમાં કે આસ-પાસનાં વિસ્તારમાં ફાયર બંબાની કોઇ સુવિધા ન હોય ગ્રામજનો ડોલ અને અન્ય સાધનમાં પાણી ભરી આગ ઓલવતા હતા. બાજુમાંથી મોટર ચાલુ કરી પાઈપ લાઇન વડે પાણીનો મારો પણ ચલાવ્યો હતો પણ આગ એટલી ભયાનક હતી કે તે કાબુમાં ન આવતા જોત-જોતામાં આખું ઘર બળીને રાખ થઈ ગયુ હતુ. જેમાં ટીવી, લેપટોપ, પલંગ સહીતની ઘર- વખરીની સામગ્રી મળી આ બન્ને ઘરોમાં આશરે 2 લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે.

ઘરની ઉપર મુકેલ ઘાસનાં પુડીયા પણ આગની લપેટમાં આવી જતા આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગની ભભુકતી જ્વાળાઓ આશરે આઠથી દસ ફુટની ઉંચાઈએ ઉડતી જોવા મળી હતી, જોકે, નજીકમાં આવેલ અન્ય ઘરો આ આગની લપેટમાં આવ્યા ન હતા. આ આગમાં 20 કિલ્લો ચોખા, 25 મણ ડાંગર, 40 કિલ્લો ઘંઉ, 20 કિલ્લો તુવેર તેમજ અંદાજિત રૂ. 50 હજાર રોકડા બળીને નાશ પામ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આગની જાણ થતા ઉમરકુઈ ના તલાટી તેજલબેન ચૌધરી તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ નીતિનભાઈ પરમાર અને વિસ્તરણ અધિકારીની ટીમ સ્થળે પહોંચી હતી. નુકસાન અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...