તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન ટૂંકાવ્યું:ચીખલદામાં બહેનના મોતના દુખમાં ભાઈએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક દોઢ વર્ષથી બહેનના ઘરે રહેતો હતો

વ્યારાના ચીખલદા ગામમાં એક પરિવાર રહેતા એક વ્યક્તિ પત્ની સાથે છેલ્લા બે વર્ષ થી અણબનાવ બની રહેતા પતિ તેની બહેનના ઘરે રહેતા હતા.ગત થોડા દિવસ પહેલા બહેનનું મોત નિપજતા જેના કારણે ઈસમ દ્વારા ગામ માં એક ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું.

ચીખલદા ગામના વાગઝરી છોટુભાઈ કરશનભાઈ ગામીત (60) રહે છે.છેલ્લા બે વર્ષથી છોટુભાઈ તેમની પત્ની કમુબેન સાથે અણબનાવ હતો જેના કારણે તેઓ ઘર છોડીને તેમની બહેન સવિતા નસવન્ટ ચૌધરી ને ત્યાં રહેવા જતા રહ્યા હતા.જે બહેનનું વૃદ્ધા સવિતાબહેન (7૨)નું ગત 27.5.20ના રોજ મોત નીપજ્યું હતું જેના કારણે તેઓ માનસિક આઘાતમાં પહોંચી ગયા હતા.

બીજીતરફ જતા બે દિવસથી છોટુભાઈ ઘરે આવ્યા ન હતા અને તે દરમિયાન વાઘઝરી ગામમાં ડુંગરી ફળિયામાં એક પુરૂષની લાશ ગળે દોરી અને વાયર સાથે ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવતા તેની તપાસ કરતા આ લાશ છોટુભાઈ ગામીતની હોવાનું બહાર આવ્યું હતું.જે બનાવ અંગે વ્યારા પોલીસને જાણ બહેનના મોતના કારણે ટેન્શનમાં આવી ગયા હતા, જેના કારણે છોટુભાઈ કરસનભાઈ ગામીત જીવન ટૂંકાવી દીધા હોવાનું પ્રાથમિક અનુમાન સાથે પોલીસમાં જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...