આદેશ:મારામારીના કેસમાં 2 આરોપીઓને કોર્ટની કામગીરી પતવા સુધી ત્યાં જ રહેવાની સજા

વ્યારા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઢી હજારનો દંડ, ઇજાગ્રસ્તને 10 હજારનું વળતર ચુકવવાનો પણ આદેશ

વ્યારા તાલુકાના ડુંગર ગામ માં ગત 5 જાન્યુઆરી 2014 ના રોજ બે ઈસમો દ્વારા એક વ્યક્તિ સાથે લાકડા કાપવા બાબત મારામારી કરી હતી. જેના 2 આરોપીને નામદાર જજ દ્વારા કોર્ટ ઊઠે ત્યાં સુધીની સજા આપી તેમજ બે હજાર અને પાંચસો રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. તેમજ ફરિયાદીને દસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા માટે હુકમ કર્યો હતો.

ડુંગર ગામે રહેતા વિપુલભાઇ ચૌધરીનાં પિતા નવીનભાઇ ચૌધરીને તા. 5 મી જાન્યુઆરી 2014 નાં રોજ તેમના કાકા નટુભાઇ ગમાભાઇ ચૌધરી અને તેનો છોકરો મુકેશ ઘરની આગળ આવેલ ઝાડો કાપતા હોય તેઓને અટકાવ્યા હતા. જેથી ઉશ્કેરાઈ નટુંકાકાએ નવીનભાઇ ચૌધરીને માથામાં કુહાડીનો ઉંધો ફટકો મારતા ઇજા થઈ હતી.

જે અંગેની વિપુલ ચૌધરીએ જે તે સમય પોલિસ ફરિયાદ કરી હતી. જે અંગેનો કેશ વ્યારા કોર્ટમાં આજ રોજ ચાલી જતા વ્યારા ચીફ કોર્ટનાં જજ બી.કે.દસોંદીએ દ્વારા કુહાડીથી હુમલો કરનાર ઈસમ નટુભાઇ ગમાભાઇ ચૌધરીને 324 ની કલમમાં કોર્ટ ઉઠે ત્યાં સુધી સજા અને રૂ. 2 હજારનો દંડ, જો દંડ ન ભરે તો દસ દિવસની કેદ અને મારામારી કરનાર મુકેશ ચૌધરીને પણ કોર્ટ ઉઠે ત્યાં સુધી સજા અને રૂ. 500 નો દંડ ફટકાર્યો હતો, તેમજ ઇજા પામનારને રૂ. 10 હજારનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...