અટકાયતી પગલાં:તાપીમાં ચૂંટણી અન્વયે 1440 સામે અટકાયતી પગલાં લેવાયા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે તાપી જિલ્લા પોલીસ દ્વારા 1440 વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા હતા. જ્યારે 189 લાયસન્સ ધારક હથિયારો જમા કરાવ્યા હતા. આગામી 19 ડિસેમ્બરે તાપી જિલ્લાની બસો ને 263 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાશે. આ જગતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચૂંટણી હેઠળના વિસ્તારોને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કામગીરી હાથ ધરી છે.

તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણી અંતર્ગત વ્યારા, ડોલવાણ, વાલોડ, સોનગઢ, ઉચ્છલ નિઝર, કુકરમુંડા ની કુલ 263 ગ્રામ પંચાયતની 19 મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજનાર છે. તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર દ્વારા ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજાઈ અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તેમ જ લોકો ભય મુક્ત રીતે મતદાન કરી શકે તે અનુસંધાને કડક હાથે કામગીરી હાથ ધરી દીધી છે. તાપી પોલીસ દ્વારા જિલ્લામાં કુલ 1440 વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરાયા છે તાપી જિલ્લામાં 189 હથિયાર ધારકો એ પોતાના હથિયારો જમા કરાવી દીધા છે. તાપી જિલ્લા બોર્ડર વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે.

આટલો પોલીસ સ્ટાફ ચૂંટણી માટે તૈનાત
તાપી જિલ્લા માં 1 ડીએસપી,3 ડીવાયએસપી,3 પીઆઇ,12 પીએસઆઇ,797 પોલીસ કર્મી,1060 હોમગાર્ડ,56 એસરપીએફ ની ટિમ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સાચવશે.

અન્ય સમાચારો પણ છે...