તંત્ર સજ્જ:તાપી જિલ્લામાં હાઇટેક ઇન્ટરસેપ્ટર કાર રાખશે બેફામ દોડતા વાહનો પર બાજ નજર

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ મુકાયેલી આ સિસ્ટમ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 80 વાહનોને પકડી ચૂકી છે

તાપી જિલ્લા પોલીસ ધીમે ધીમે હાઇટેક બની રહી છે. જિલ્લામાં આધુનિક સુવિધા ની સાથે આધુનિક ગાડીઓ પોલીસ વિભાગ માં આવી જતા પ્રજા ની સુવિધામાં વધારો કરી રહ્યા છે.તાપી જિલ્લા માં હાલ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્ટ એઇડ બોક્ષ ધરાવતી ઇન્ટરસેપ્ટર વાહન ફાળવવામાં આવતા ઓવર સ્પીડ વાહન ચલાવતા વાહનો ચાલકો પર લગામ લાગશે ઉપરાંત હાઇવે પર વાહનોમાં આગ લાગે કે અકસ્માત દરમિયાન ઇજા પહોંચે તો ફસ્ટ એડ કીટની સુવિધા પણ મળશે.

હાઇવે પરના અકસ્માત મોટાભાગે ઓવર સ્પીડ એક કારણ બહાર આવ્યું છે.જેથી ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા ઇન્ટરસેપ્ટર વાહન ફાળવામાં આવ્યું છે. આ ઇન્ટરસેપ્ટર કારમાં લેસરથી સજ્જ કેમેરાની સુવિધા છે કે જેના થકી હાઇવે પર પુરપાટ વેગે આવતી કારની સ્પીડ પણ નોંધી શકાશે. તેમજ સ્પીડ વધારે હશે તો તેનો ફોટો ગાડીમાં આવી જશે.આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે તાપી પોલીસના ઉપયોગ સારું આ ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં આ હાઇટેક કાર ઉપયોગમાં મુક્યા બાદ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 80 વાહનચાલકોને પકડી ચુકી છે.

અકસ્માતની સંખ્યા ઘટશે
તાપી જિલ્લામાં પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઇન્ટરસેપ્ટર વાહનથી હાઇવે પર વાહનોના અકસ્માત સંખ્યામાં ઘટાડો થશે સાથે દંડના ભરવો પડે એ માટે વાહન ચાલકો પણ હેલ્મેટ, સીટ બેલ્ટ અને ઓવર સ્પીડના નિયમો પાલન કરશે. - સુજાતા મજમુદાર, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક

અન્ય સમાચારો પણ છે...