તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:તાપી જિલ્લામાં નવા 61 કેસ સામે 90 રિકવર થયા

વ્યારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં શનિવારે 5 વર્ષની બાળા ધમોડી, સોનગઢ સહિત તાપી જિલ્લામાં કુલ 61 વ્યક્તિ કોરોના સંક્રમિત બન્યા હતા. બીજી તરફ સોનગઢના દુમદા ગામના એક શિક્ષકનું કોરોના સંક્રમિતના કારણે મોત નિપજ્યું હતું. તાપી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં રોજે રોજે 100ની ઉપર કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા હતા, જેની સામે છેલ્લા બે દિવસથી રાહતના સમાચાર આવી રહ્યા છે. શનિવારે તાપી જિલ્લામાં વાલોડ 04, વ્યારા 20, ડોલવણ 10, સોનગઢ 21, ઉચ્છલ 04, નિઝર 02 દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા હતા.

જેની સામે શનિવારે 90 વ્યક્તિ સારવાર બાદ રજા અપાઈ હતી. જિલ્લામાં શનિવારે કોરોનાના કુલ દર્દીઓ 2534 પર પહોંચ્યા છે. આજદિન સુધી સારવાર બાદ 1665 વ્યક્તિઓને સારવાર બાદ રજા અપાઈ હતી. હાલ 657 કેસ જિલ્લામાં એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધું કુલ 122 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો