તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષા કવચ:તાપી જિલ્લામાં 75% લોકોએ પ્રથમ ડોઝ લીધો, 53 ગામમાં 100% વેક્સિનેશન

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાન પુરજોશમાં હાથ ધરાયું

તાપી જિલ્લામાં કોરોના વિરુદ્ધ જંગમાં તાપી જિલ્લા આરોગ્ય તેમજ વહીવટી તંત્રની ટીમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વેક્સિનેશન માટે ઝીણવટ ભર્યુ કામ કરતા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 75 ટકા લોકોને વેક્સિનેશન ના ડોઝ અપાઇ ચૂક્યા છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ કલેકટર વિભાગ અને તાપી જિલ્લા પોલીસવિભાગ દ્વારા એક જૂથ થઈને કોરોનાવાયરસ ની વેક્સિન વધારે મુકાઈ માટે કામ કરી રહ્યા છે જેને લઇને જિલ્લામાં 53 ગામમાં 100 વેક્સિન કરાયું છે.

તાપી જિલ્લામાં કોરોના ની બીજી લહેર ના કારણે આરોગ્ય તંત્ર માં મુશ્કેલી વધી ગઈ હતી કોરોના ના કેસો વધી જતા તબીબી સેવામાં પણ મુશ્કેલી પડી ગઈ હતી. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ સહીત પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના વેકેશન અભિયાન માટે એક જૂથ થઈને કામ કરે છે. તાપી જિલ્લામાં આવેલા સાત તાલુકા વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં સતત ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.

આરોગ્યની ટીમ દ્વારા વેક્સિન માટેના કેમ્પોનું આયોજન કરી રસીકરણની કામગીરી કરી રહ્યા છે. બીજી તરફ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ, કલેક્ટર કચેરી અને પોલીસ તંત્રના સંકલન દ્વારા આદિવાસી વિસ્તાર હોય આદિવાસી વિસ્તારમાં લોકોને સરળતાથી સમજ પડે એ માટે જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર દ્વારા સ્થાનિક ભાષા કોરોનાના જાગૃતિ માટેના સંદેશ અને વેક્સિન મૂકવા માટેની સમજણ સરળતા થઇ પડે એ માટે વિડીયો બનાવ્યા હતા. જેને સોશિયલ મીડિયા વાયરલ કર્યા હતા. જેની વ્યાપક અસર પડી હતી.

તાલુકા મુજબ થયેલું વેક્સિનેશન

તાલુકોનોંધાયેલ વ્યક્તિવેક્સિનેશનટકા
વ્યારા1110718756478.8
ડોલવાણ566214173973.7
વાલોડ4955552189105.3
સોનગઢ14633510300670.4
ઉચ્છલ588584188171.2
નિઝર467893016964.5
કુકુરમુંડા389112638167.4
ટોટલ50814038292975.4

અહીં 100 ટકા વેક્સિનેશન : વ્યારા 12 . ડોલવાણ 09, વાલોડ 16, સોનગઢ 11, ઉચ્છલ 02, નિઝર 03, કુકુરમુંડા 00

વાલોડમાં 90 દિવસ કેમ્પ ચલાવી 3000 વેક્સિન અપાઇ
વાલોડ તાલુકામાં સંવેદના ગ્રુપ દ્વાર સતત 90 દિવસ વેકસીન કેમ્પ આયોજન કરી 3000 લોકો કોરોના વેકસીન નો પ્રથમ ડોઝ અપાવ્યો હતો હાલોલ નગરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સંવેદના ગ્રુપ ના પ્રમુખ રવિ શાહ અને સભ્યો દ્વારા કોરોના મહામારીમાં જવાબદારી સ્વીકારી હતી અને ગ્રુપ દ્વારા વાલોડ પંથકમાં સતત 90 દિવસ સુધી કેમ્પ ચલાવ્યો હતો જેમાં ત્રણ હજારથી વધુ લોકોને વેક્સિન અપાઇ હતી.

તાપી જિલ્લામાં 18 દિવસથી કોઇ કેસ નહીં
તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજરોજ એક પણ દર્દી પોઝિટિવ ન આવતા રાહતનાં સમાચાર છે, કોરોના સંક્રમિત દર્દીઓમા પણ છેલ્લા 18 દિવસથી કોઈ દર્દી નથી, છેલ્લા 18 દિવસથી જિલ્લામાં કોઈ પોઝિટિવ ન આવતા તંત્રએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...