તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:તાપી જિલ્લામાં 60 વર્ષથી ઉપરના 53446 વૃદ્ધોએ કોરોના રસી મુકાવી

વ્યારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કોરોનામાં 5 વૃદ્ધના મોત આજ સુધી નોંધાયા

તાપી જિલ્લામાં કોરોનાની બીજી લેહર ઘાતક પુરવાર થઇ હતી. મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. મરણનો આક પણ વધ્યો હતો, જેને લઈ તાપી જિલ્લાના વૃદ્ધ દ્વારા વેક્સિન માટે જાગૃતતા બતાવી દેવાના પગલે 77253 વૃદ્ધો પેકી 53446 વૃદ્ધોએ કોરોના પ્રતિરોધક રસી મુકવતા 69.02 ટકા રસીકરણ જિલ્લામાં નોંધાયું છે. તાપી જિલ્લામાં કોરોનાના કારણે 5 વૃદ્ધના મોત આજદિન સુધી નોંધાયા છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાના બીજી લહેરએ મુશ્કેલીઓ વધારી દીધી હતી. કોરોનાના પ્રથમ લહેરમાં તાપી જિલ્લાએ કોરોના મુક્ત જિલ્લા તરીકે સ્થાન મેળવ્યું હતું. તે સમયે કોરોનાનો ભય ઓછો થયો હતો. જોકે કોરોનાની બીજી લહેર તાપી જિલ્લાને ધમરોળી નાખ્યો હતો. બીજી લેહરમાં કોરોના સંક્રમણ 2000થી વધુ લોકો આવી ગયા હતા. તેમજ કોરોના કારણે 19 વ્યક્તિઓના મોત નિપજયા હતા.

જ્યારે નોન કોવિડમાં 104 વ્યક્તિઓના મોત નિપજયા હતા. તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ન વકરે અને ઇમ્યુનિટી વધે એ માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના પ્રતિરોધક વેક્સિનેસનની કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં તાપી જિલ્લાના 60 વર્ષની ઉપરના લોકો એક કોરોના પ્રતિરોધક રસીકરણ માટે જાગૃતતા બતાવી દીધી હતી. જેના કારણે તાપી જિલ્લાના સાત તાલુકામાં 60 વયથી વધુ લોકોએ 70% જેટલા રસીકરણ થયું છે.

જિલ્લામાં 60 વર્ષથી વધુ 77000 વ્યક્તિ
તાપી જિલ્લામાં 60 વર્ષથી વધુ 77000 વ્યક્તિઓ નોંધાયા છે. કોરોનાના બીજી લહેરમાં 60 વર્ષથી વધુમાં કોવિડના કારણે 05 વ્યક્તિઓના મોત નિપજયા છતાં જ્યારે નોન કોવિડમાં 60 વર્ષથી વધુ અંદાજિત 25 વ્યક્તિના મોત નિપજયા છે. જોકે તાપી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં લોકો ડરી ગયા હતા, જેના કારણે રસી મુકાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...