તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:તાપી જિલ્લામાં 2882 ઉમેદવારો GPSCની પરીક્ષા આપશે

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિક્ષા સુપેરે પાર પાડવા માટે તાપી જિલ્લામાં 11 કેન્દ્રો પર 121 બ્લોક્ની વ્યવસ્થા કરાઇ

આગામી તા.03/01/2021ના રોજ તાપી જિલ્લામાં 11 કેંદ્રો ખાતે જીપીએસસી દ્વારા લેવાનાર પોલિસ ઈસ્પેક્ટર વર્ગ-2ની પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરોની બેઠક મળી હતી.બેઠકમાં કલેક્ટરે પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. વર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ પરીક્ષા દરમ્યાન કોવિદ-19 ની સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતુ. તદઉપરાંત પરીક્ષા કેન્દ્રોનું સેનેટાઈઝ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, સેનટાઈઝર, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુસ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. સમગ્ર રાજ્યમાં 03 જાન્યુઆરીના રોજ જીપીએસસી દ્વારા લેવાનાર પોલિસ ઈસ્પેક્ટર વર્ગ-2ની સ્પર્ધાત્મક પરીક્ષા તાપી જિલ્લામાં 11 કેંદ્રો ખાતે લેવામાં આવનાર છે. જેમાં 2882 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રખાશે.

આ 11કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે
જીપીએસસીની પરીક્ષા માટે કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ માધ્યમિક શાળા, ટાવર રોડ , કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ પ્રાથમિક શાળા, ટાવર રોડ, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય (યુનિટ-1) ટાવર રોડ, જુના બસસ્ટેન્ડ પાસે , શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય (યુનિટ-2) ટાવર રોડ, જુના બસસ્ટેન્ડ પાસે ,શ્રીમતી ખુ.મા.ગાંઘી, પ્રાથમિક શાળા, ટાવર રોડ , શ્રી જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ(યુનિટ-1) ટાવર રોડ , શ્રી જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ (યુનિટ-2) ટાવર રોડ ,દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,હીવે નં.6 ની બાજુમાં જનરલ હોસ્પિટલની સામે શ્રી એમ.પી. પટેલ એન્ડ પી.સી. શાહ હાયર સેકન્ડરી સ્કુલ, કાકરાપાર, બાયપાસ રોડ , આર.પી ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (યુનિટ-1 ) પનિયારી ધુલીયા રોડ વ્યારા આર.પી ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (યુનિટ-૨) કેન્દ્રો નિયત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો