તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ શરૂ:તાપી જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ 9માં 17 % અને ધોરણ 11માં 45 % વિદ્યાર્થીઓ હાજર રહ્યા

વ્યારા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

આજથી ધોરણ 9 અને 11ના છાત્રો માટે શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવા શાળાઓની સ્થિતિ પ્રમાણે સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે શિક્ષણ વિભાગે સૂચના આપી હતી. તાપી જિલ્લામાં આજરોજ ધોરણ-9માં 1290 અને ધોરણ 11માં 870 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને શૈક્ષણિક કામ શરૂ થયું હતું.શિક્ષણ વિભાગ દ્વારા 1.લી ફેબ્રુઆરીના રોજથી તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં વ્યારા, સોનગઢ ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, વાલોડ અને ડોલવણ ખાતે આવેલી 142 શાળાઓમાં આજરોજ વિધિવત ધોરણ 9 અને 11ના શૈક્ષણિક કાર્યની શરૂઆત થઇ હતી.

જેમાં તાપી જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિનેશભાઈ ચૌધરી અને ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં અગાઉથી સૂચના આપી હતી તેમજ વિવિધ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું.​​​​​​​શિક્ષણની ટીમ દ્વારા અવારનવાર આચાર્યો સાથે મિટિંગ કરી સોશિયલ ડિસ્ટન્સ તેમજ તેને સેનેટાઇઝિંગ કરવાનો અને બાળકોને વિવિધ નિયમના પાલન કરવા માટે જણાવાયું હતું.

જિલ્લાની 142 શાળામાં શિક્ષણકાર્ય શરૂ
તાપી જિલ્લાની કુલ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કુલ 142 શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ થયું હતું, જે પેકી ધોરણ 9માં કુલ 7547 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે પેકી આજે 1290 વિદ્યાર્થીઓ હાજર રહતા 17.09 ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે ધોરણ 11ના 1924 વિદ્યાર્થીઓ પેકી 870 વિદ્યાર્થીઓ હાજર રહેતા 45.21 ટકા હાજરી નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો