વ્યારામાં પ્રભારી સચિવ પી.સ્વરૂપ (IAS) ના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા,જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર, અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાળની ઉપસ્થિતિમાં તાપી જિલ્લામાં રૂા. ૯૬૨.૧૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ઉદવહન સિંચાઈ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મળતી વિગતો મુજબ પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપે તમામ ઈજનેરો અને એજન્સીને વર્ચ્યુલ માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં રૂા.૯૬૨.૧૧ કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના ચાલી રહી છે. સરકારશ્રીના આ વિશાળ પ્રોજેક્ટ અંતર્ગત ૬૯,૦૦૦ એકર જમીનમાં સિંચાઈ કરી શકાશે. ગુણવત્તાસભર કામ થાય અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે મુજબની કામગીરી કરવાની રહેશે. ૨૧૧.૨૫૨ કિ.મી.લાંબી પાઈપલાઈન દ્વારા સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડાના કુલ ૧૩૬ ગામોને તેનો લાભ થશે.
ખેડૂતો,સખીમંડળ,રાજકીય પક્ષો સહિત તમામ લોકો સાથે સંકલનથી કામ પૂર્ણ થાય તેમજ વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે સચિવશ્રી પી.સ્વરૂપે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર વાલમી શ્રીપાલ શાહ, કાર્યપાલક ઈજનેર જે.એમ.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર નિકૂંજ ચૌધરી, એજન્સી તથા કોન્ટ્રાકટરોએ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.