તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:તાપી જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ સામે 13 દર્દી રિકવર થયાં

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા અને વાલોડમાં 3-3, સોનગઢમાં 2 કેસ નોંધાયા

તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ સામે રિકવરી ભારે રહી હતી. રવિવારે નવા 8 પોઝીટીવ કેસ સામે સારવાર લઈ રહેલા 13 દર્દીઓ સાજા થઇ પરત ઘરે ફર્યા હતા. તાપી જિલ્લામાં રવિવારે સોનગઢમાં 2 કેસ, વાલોડમાં 3 કેસ અને વ્યારામાં 3 કેસ મળી કુલ 8 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. તાપી જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 473 પર પહોંચી ચુક્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ વધુ 13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 370 દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થયા છે.

તાપીમાં નોંધાયેલ પોઝીટીવ દર્દીઓ

  • 33 વર્ષિય મહિલા, હળપતીવાસ,ગોડધા-વાલોડ
  • 37 વર્ષિય પુરુષ,CHC ક્વાર્ટર્સ-વાલોડ
  • 40 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું-, કલમકુઇ-વાલોડ
  • 68 વર્ષિય પુરુષ, મહાવીર સોસાયટી,નવા બસ સ્ટેન્ડ પાસે-વ્યારા
  • 63 વર્ષિય પુરુષ, ઘાટા-વ્યારા
  • 50 વર્ષિય પુરુષ, KAPS,ઊંચામાળા-વ્યારા
  • 35 વર્ષિય પુરુષ, નવાગામ-સોનગઢ
  • 29 વર્ષિય પુરુષ, CISF કોલોની,સીંગલખાંચ-સોનગઢ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો