તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ:તાપીમાં ટ્રાફિક પોલીસ કર્મીએ રેતી ભરેલી ટ્રકના ચાલક પાસે 10 હજારની લાંચ માંગી

વ્યારા7 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજવતા પોલીસકર્મીએ ટ્રક ચાલક પાસે જરૂરી કાગળ ન હોવા બાબતે 7500 માંગણી કરી રહેતા જે બાબતે ટ્રક ચાલકએ તાપી એસીબીમાં ફરિયાદ નોંધવતા લાંચિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

તાપી જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજવતા પોલીસકર્મી હેમંત શંકરભાઇ ચૌઘરીના વિરૂદ્ધ લાંચની માંગણીનો ગુનો એસીબીએ દાખલ કર્યો હતો. બનાવ વિગત એવી છે. તાપી જિલ્લામા ટ્રાફિક પોલીસકર્મી હેમંત ચૌઘરીએ ફરજ દરમિયાન માર્ગ પર પસાર થઈ એક ટ્રક ને અટકાવી હતી જે ટ્રકમાં ઓવર લોડીંગ રેતી ભરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ કર્મી હેમંતભાઈ દ્વારા ટ્રકના જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી ન હોવા છતાં તેમના વિરૂધ્ધમાં કરવાની થતી કાયદેસરની કાર્યવાહી નહી કરી અને 10000ની લાંચ માંગી હતી.

ટ્રક ચાલકે સ્થળ પર 2500 રૂપિયા આપ્યા હતા બાકીના રૂ.7500 બીજા દિવસે આપી જવા જણાવી જતા રહ્યા હતા. જે રૂપિયા બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા ફોન કરી 7500 રૂપિયાની ઉઘરાણી કરતા હતા બીજી તરફ ચાલકે રૂપિયા આપવાનું મંજુર ન હોય ટેલીફોનિક પુરાવા આપી ટ્રાફિક પોલીસ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. તાપી એસીબીએ તપાસ હાથ ધરતા પોલીસકર્મી એ ટેલીફોનીક ઉઘરાણી કરી પોતાના અંગત આર્થિક લાભ મેળવવા લાંચની માંગણી કરી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી રૂ 10000ની લાંચની માંગણી કરેલ હોવાનું ફલીત થયેલ હોય જે આધારે સુરત ગ્રામ્ય એસીબી પો.સ્ટે. સુરતનાએ આપતા આરોપી હેમંત ચૌઘરી, આ.પો.કો. વિરૂધ્ધ તાપી એસીબી પો.સ્ટે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો