તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:તાપીમાં ખેત ઓજારો માટે 3129 ખેડૂતોને રૂ.5.46 કરોડ સહાય મળશે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજના હેઠળ ટ્રેક્ટર ઘટક માટે 190 ખેડૂતોને સહાય મળશે

તાપી જિલ્લામાં ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજીનો લાભ મળે, ખેતીના કામો સમયસર પૂરા કરી શકે તથા મજૂર અછતની સમસ્યાને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ મારફત કૃષિ યાંત્રિકરણની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

જે અન્વયે જિલ્લામાં વર્ષ 21-22 દરમિયાન વિવિધ ખેત ઓજારો હેઠળ કુલ3129 ખેડૂતોને આવરી લઇ અંદાજિત રૂ. 5.46 કરોડ સહાય આપવામાં આવશે. AGR-50 યોજના હેઠળ ટ્રેક્ટર ઘટક માટે 190 ખેડૂતોને રૂ. 91.20લાખ, કિસાન પરીવહન યોજના હેઠળ 65 ખેડૂતોને અંદાજિત રૂ. 39 લાખ, કલ્ટીવેટર ઘટક માટે 124 ખેડૂતોને રૂ. 19.84 લાખ, પ્લાઉ ઘટક માટે 93ખેડૂતોને રૂ. 13.95 લાખ, પાવર ટીલર ઘટક માટે 114 ખેડૂતોને રૂ. 91.20લાખ, પાવર થ્રેસર ઘટક માટે 25ખેડૂતોને રૂ. 25 લાખ, રોટાવેટર ઘટક માટે 184 ખેડૂતોને રૂ.7360 લાખ, લેસર લેન્ડ લેવલર ઘટક માટે 7 ખેડૂતોને રૂ. 10.50 લાખ, તથા હેરો ઘટક માટે 09ખેડૂતોને રૂ.1.61 લાખની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સમયસર ખેતઓજારોની ખરીદી કરી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત એ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...