તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:બોરખડીમાં શિકારની શોધમાં દીપડો કુવામાં ખાબક્યો

વ્યારા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા પંથક જાણે દીપડાનું અભયારણ્ય બન્યું હોય તેમ છાશવારે દીપડા દેખાવાની ઘટના બની રહી છે. વ્યારાના બોરખડી ગામની સિમમાં આવેલ જવાહર નવોદય વિધાલયના પાછળના ભાગે ખેતરમાં કૂવો આવેલ છે. જે કુવામાં ત્યારે ગુરૂવારે શિકારની શોધમાં ફરી રહેલો દીપડો ખાબક્યો હતો.ખેતરમાંથી પસાર થઈ રહેલા કેટલાક ઈસમોએ કુવામાં દીપડાનો અવાજ સાંભળી જોવા જતા દીપડો દેખાયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા ઘટના અંગે વનવિભાગને જાણ કરતા તાત્કાલિક વનવિભાગ અને રેસ્ક્યુ ટીમ રાત્રિના સમયે દિપડાને કુવામાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા. દીપડાને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...