ગુજરાત રાજ્ય અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટ્યો છે. સરકારી ખાનગી હોસ્પિટલમાં બેડ પૂરા થઈ ગયા છે. જેથી સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગના અધિકારીઓ સાથે વાત કરીને નંદુરબાર જિલ્લાના કોરોના પોઝિટિવ પેશન્ટને સારવાર મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનમાં બેડની વ્યવસ્થા કરાવી છે. 31 કોચની વિશેષ ટ્રેન નંદુરબાર રેલ્વે સ્ટેશન ઉપર આવી છે.જેમાં નંદુરબાર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત રાજ્યના તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના પેશન્ટને તેમાં સારવાર આપવામાં આવશે.
ટ્રેનમાં મેડિકલ સુવિધા ઉભી કરાઈ
31 કોચની ટ્રેનમાં કુલ 400 દર્દીઓની સારવારની ક્ષમતા સાથે બેડ ઉભા કરવામાં આવ્યાં છે. ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરવામા આવી છે. રેલવે વિભાગ અને નંદુરબાર આરોગ્ય વિભાગની ટીમ ખાસ ધ્યાન રાખી રહી છે. ઉનાળામા ગરમીના કારણે પ્લેટફોર્મ ત્રણ ઉપર મંડપ અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
નંદુરબારમાં કોરોનાનો હાહાકાર
નંદુરબાર જિલ્લામા ટોટલ 8 હજારથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. 470 દર્દીઓની કોરોનામાં મોત થઈ છે. એક દિવસમાં નંદુરબાર જિલ્લામા ટોટલ 800 આસપાસ પેશન્ટ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. નંદુરબારના સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા છે. જેના માટે વિશેષ રેલવેની વ્યવસ્થા કરવામા આવી છે.
પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રખાશે
નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કરણા એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ ક્રમાંક-૩ પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે. અન્ય મુસાફરોને પ્રવેશની મનાઈ કરવામાં આવી છે.નંદુરબારમાં કોરોના પોઝિટિવ પેશન્ટ માટે કોરોના એક્સપ્રેસ રેલવે આવતા દર્દીઓને સારવાર માટેની વ્યવસ્થા થઈ છે.
એક બોગીમા 16 દર્દીઓની સારવાર
નંદુરબાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક-૩ ઉપર રેલવે ઉભી કરી છે.સામાન્ય કોરોના પેશન્ટ ઉપર રેલવેમાં સારવાર કરવામા આવશે. એક બોગીમા ટોટલ 16-20 પેશન્ટની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.