તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • In Nandurbar, Cases Of Corona Are On The Rise, Treatment Will Be Provided In Trains, Beds Have Been Provided For 400 Patients In 31 Coaches.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:નંદુરબારમાં કોરોના કેસ વધતાં ટ્રેનમાં સારવાર અપાશે, 31 કોચમાં 400 દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ

નંદુરબારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નંદૂરબારમાં દર્દીઓની સંખ્યા વધતા ટ્રેનમાં સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. - Divya Bhaskar
નંદૂરબારમાં દર્દીઓની સંખ્યા વધતા ટ્રેનમાં સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • મહારાષ્ટ્ર સહીત ગુજરાતના ઉચ્છલ-નિઝરના દર્દીઓને ટ્રેનમાં સારવાર અપાશે

ગુજરાત રાજ્ય અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટ્યો છે. સરકારી ખાનગી હોસ્પિટલમાં બેડ પૂરા થઈ ગયા છે. જેથી સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગના અધિકારીઓ સાથે વાત કરીને નંદુરબાર જિલ્લાના કોરોના પોઝિટિવ પેશન્ટને સારવાર મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનમાં બેડની વ્યવસ્થા કરાવી છે. 31 કોચની વિશેષ ટ્રેન નંદુરબાર રેલ્વે સ્ટેશન ઉપર આવી છે.જેમાં નંદુરબાર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત રાજ્યના તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના પેશન્ટને તેમાં સારવાર આપવામાં આવશે.

ટ્રેનમાં કરાયેલી સુવિધાનું સાંસદ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ટ્રેનમાં કરાયેલી સુવિધાનું સાંસદ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ટ્રેનમાં મેડિકલ સુવિધા ઉભી કરાઈ
31 કોચની ટ્રેનમાં કુલ 400 દર્દીઓની સારવારની ક્ષમતા સાથે બેડ ઉભા કરવામાં આવ્યાં છે. ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરવામા આવી છે. રેલવે વિભાગ અને નંદુરબાર આરોગ્ય વિભાગની ટીમ ખાસ ધ્યાન રાખી રહી છે. ઉનાળામા ગરમીના કારણે પ્લેટફોર્મ ત્રણ ઉપર મંડપ અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રેનના કોચમાં જ ઓક્સિજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રેનના કોચમાં જ ઓક્સિજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

નંદુરબારમાં કોરોનાનો હાહાકાર
નંદુરબાર જિલ્લામા ટોટલ 8 હજારથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. 470 દર્દીઓની કોરોનામાં મોત થઈ છે. એક દિવસમાં નંદુરબાર જિલ્લામા ટોટલ 800 આસપાસ પેશન્ટ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. નંદુરબારના સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા છે. જેના માટે વિશેષ રેલવેની વ્યવસ્થા કરવામા આવી છે.

દર્દીઓ માટે ટ્રેનમાં વિષેશ વ્યવસ્થા કરવામાં આવી છે.
દર્દીઓ માટે ટ્રેનમાં વિષેશ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રખાશે
નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કરણા એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ ક્રમાંક-૩ પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે. અન્ય મુસાફરોને પ્રવેશની મનાઈ કરવામાં આવી છે.નંદુરબારમાં કોરોના પોઝિટિવ પેશન્ટ માટે કોરોના એક્સપ્રેસ રેલવે આવતા દર્દીઓને સારવાર માટેની વ્યવસ્થા થઈ છે.

સાસંદ દ્વારા રેલવે પાસેથી માગ કરીને ખાસ ટ્રેનમાં કોરોનાગ્રસ્તો માટે આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
સાસંદ દ્વારા રેલવે પાસેથી માગ કરીને ખાસ ટ્રેનમાં કોરોનાગ્રસ્તો માટે આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

એક બોગીમા 16 દર્દીઓની સારવાર
નંદુરબાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક-૩ ઉપર રેલવે ઉભી કરી છે.સામાન્ય કોરોના પેશન્ટ ઉપર રેલવેમાં સારવાર કરવામા આવશે. એક બોગીમા ટોટલ 16-20 પેશન્ટની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરવામા આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો