જીવદયા:તાપી જિલ્લામાં 1 વર્ષમાં 14 મોબાઈલ વેટરનીટીએ 65000થી વધુ પશુઓની નિ:શુલ્ક સારવાર કરી

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને વેટરનરી ડિસ્પેન્સરીની સફળ સેવા

એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વિશ્વ પશુચિકિત્સક દિન તરીકે મનાવવામાં આવે છે. તાપી જિલ્લામાં અતિથી ભવન વ્યારા ખાતે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા મોબાઇલ વેટરીનરી ડિસ્પેન્સરીના સ્ટાફ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિનની ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન તેમના પ્રોગ્રામ મેનેજર ડો.યોગેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.

તાપી જિલ્લામાં 1 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ જે વ્યારા સિટીમાં કાર્યરત છે અને અત્યાર સુધીમાં ટોટલ 3500થી વધુ પશુઓની નિશુલ્ક સેવા કરવામાં સફળ રહી છે તે ઉપરાંત જે મોબાઇલ વેટરીનરી ડિસ્પેન્સરી જે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપે છે અને હાલ તાપી જિલ્લામાં કુલ 14 મોબાઈલ વેટરીનરી ડિસ્પેન્સરી કાર્યરત છે જે 150 થી વધુ ગામોમાં સેવા પૂરી પાડે છે અને અત્યાર સુધીમાં ટોટલ 65000 થી વધુ પશુઓની નિશુલ્ક સેવા કરવામાં સફળ નીવડી છે. આ દિન નિમિત્તે પશુ આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ શાહ અને પ્રોગ્રામ મેનેજર ડો.યોગેશ પટેલ દ્વારા આ સેવાનો વધુમાં વધુ લાભ લેવાની લોકોને અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...