તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમિક્ષા:ગ્રામિણ વિસ્તારમાં બેંક પહોંચે તો નાણાંકીય સુવિધા ઝડપથી મળે

વ્યારા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી ડી.એલ.સી.સી.ની ત્રિમાસિક કામગીરીની સમિક્ષા

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં ડી.એલ.સી.સી.ની ત્રિમાસિક કામગીરી સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર અને ચેરમેન એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા, રીજયોનલ બેંક મેનેજર અશ્વિની કુમારની ઉપિસ્થિતમાં યોજાઈ હતી.

વ્યારામાં યોજયેલી બેઠકમાં કલેકટર વઢવાણિયાએ તાપી જિલ્લાની તમામ બેંકોના મેનેજરને સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બેંકની સેવાઓ સરળતાથી પહોંચે અને ગ્રામીણ લોકોને નાણાંકીય મુશ્કેલી ન પડે તેમજ લોકોને નાણાંની લેવડ-દેવડ માટે એટીએમની સુવિધા પણ સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે સુચારૂ પ્રયાસો કરવા જોઈએ. તેમણે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે સુદ્રઢ બેંકિંગ વ્યવસ્થા માટે કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. રીજયોનલ મેનેજર અશ્વિનીકુમારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના કામ સરળતાથી થાય તે માટે બેંકની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તાલુકા વાઈઝ સખી મંડળોને માર્ચ-2021 અંતિત ધિરાણ નિઝર- 158.75, કુકરમુંડા-69.05, ઉચ્છલ-138.10, સોનગઢ - 511.85, વ્યારા- 294.32 , વાલોડ- 313.6, ડોલવણ-319.7 મળીને કુલ- 1804.74 લાખનું ધિરાણ સખીમંડળોને કરવામાં આવ્યું છે. ડી.એલ.સી.સી.ની ત્રિમાસિક કામગીરી આ સમીક્ષા બેઠકમાં ગ્રામવિકાસ નિયામક જે. જે. નિનામા, તાપી જિલ્લાની તમામ બેંકોના મેનેજર ઉપિસ્થત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...