ઉજવણી:ત્રણ ASI અને1 TRB જવાનના પરિવારના સભ્યોે સન્માનિત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદના અધ્યક્ષસ્થાને પોલીસ સંભારણા દિનની ઉજવણી

કોરોના મહામારી સમયે ફરજ પર જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલિ આપવા વ્યારા ખાતે સાંસદ પરભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એ.એસ.આઇ પ્રતાપભાઇ પાડવી, એ.એસ.આઇ રાજેન્દ્ર કોટવાલ, એ.એસ.આઇ ગુણવંતભાઇ ગામીત અને ટી.આર.બીના જવાન ધર્મેશભાઇ ચૌધરીના પરિવારના સભ્યોને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલિ પાઠવતા સાંસદએ જણાવ્યું હતું કે, દેશમાં શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસની ભૂમિકા મહત્વની છે. કોરોનામાં આફત વેઠીને પોલીસ કર્મીઓ ફરજ બજાવી જનતાની સેવા કરી છે તેમાં તેઓના પરિવારનો પણ ફાળો છે. તેઓનું આ યોગદાન કયારેય ભુલાશે નહી.

અન્ય સમાચારો પણ છે...