તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પંચાયતના બોરમાં મોટર નાખવા બાખડ્યા, કુહાડીના ઘાથી માથું ફુટ્યું

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છીડિયામાં ચારની અટક કરી તપાસ કરતી પોલીસ

વ્યારા તાલુકાના છીડિયા ગામે એક ખેતરમાં પંચાયત દ્વારા ઘરવપરાશ માટે બોર કર્યો હતો. જેમાં મોટર નાંખવા બાબતે કેટલાક વ્યક્તિઓ વચ્ચે મનદુઃખ થયું હતું, જે બાબતને લઈને ગતરોજ ખેતરમાં બે પરિવાર વચ્ચે મારામારી થતા એક વ્યક્તિને કુહાડી વડે માથાના ભાગે મારી લોહી લુહાણ કરી દેવાતા સમગ્ર મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ચાર વ્યક્તિઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ મારામાર અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા તાલુકાના છીડિયા ગામે અનિલભાઈ કસનજીભાઈ ગામીત અને તેની પત્ની દુર્ગાબેન ગામીત રહે છે. ગતરોજ અનિલભાઈ અને તેમની પત્ની ગામમાં આવેલા ખેતરમાં ગયા હતા. તે દરમિયાન ખેતરમાં આવેલા પંચાયતના બોરમાં ઘર વપરાશ માટે પાણીની મોટર નાખેલી હતી. જે બાબતે અન્ય કેટલાક પરિવારો વચ્ચે મનદુઃખ થયું હતું.

જેને લઇને ગતરોજ અર્જુનભાઈ દલિયાભાઈ ગામીતએ ખેતરમાં આવીને અનિલભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ જઇ અનિલભાઈના માથાના ભાગે બે કુહાડાના ઘા મારી લોહી લુહાણ કરી દીધા હતા. જે લડાઈમાં વચ્ચે પડેલા દુર્ગાબેન અને અન્ય ઈસમને પણ કુહાડી વડે પીઠના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

દુર્ગાબેન ગામીત દ્વારા વ્યારા પોલીસ મથકે જઈ મારામારી કરનાર ઈસમ અર્જુનભાઈ દલિયા ભાઈ ગામીત, રોહિતભાઈ રમણભાઈ ગામીત, રમણભાઈ ભૂલ્યા ગામીત અને જયેશભાઇ ધીરૂભાઇ ગામીત તમામ રહે. છીડીયા તા.વ્યારા વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે મારામારી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાર વ્યક્તિઓની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...