દુષ્કર્મ / મોટી બહેનને જાનથી મારવાની ધમકી આપી તરૂણી પર 2 વખત દુષ્કર્મ કર્યુ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • મોટી બહેનને જાનથી મારવાની ધમકી આપી તરૂણી પર 2 વખત દુષ્કર્મ કર્યુ

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 04:53 AM IST

વ્યારા. નગરમાં યુવકે એક 14 વર્ષ સગીરાને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બે વખત એક બિલ્ડીંગમાં લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની અટક કરી વધુ  તપાસ હાથ ધરી હતી. વ્યારા નગરના સ્ટેશન રોડ પર શોએબ રાહતખાન પઠાણ રહે છે . જે પરણિત છે અને  એક સંતાનનો પિતા છે.વ્યારા નગરમાં રહેતી એક અનુસુચિત જનજાતિની 14 વર્ષ ની સગીરા સંપર્કમાં આવ્યો હતો અને સગીરાને તેની મોટી બહેનને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અવાર નવાર એના ઘરની સામે આંટાફેરા મારી એને ગભરવાતો હતો.

કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની અટક કરી વધુ તપાસ હાથ ધરશે
​​​​​​જે દરમિયાન આરોપી યુવકે શોએબ એ સગીરાને ગભરાવી ફોસલાવીને વ્યારા નગરમાં આવેલા એન.પી. જી બિલ્ડીંગ ના સાતમા માળે આવેલા ફલેટ ન 701 માં ગત  તારીખ 28 મે અને 30 મે ના રોજ ધાકધમકી આપી લઈ ગયો હતો. બબ્બે વખત સગીરાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. જેના પગલે ગભરાયેલી સગીરાએ માતા-પિતાને જાણકારી આપી સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું કે માતા-પિતા દ્વારા તાત્કાલિક વ્યારા પોલીસ મથકે આવી આરોપી યુવક સોયબ રાહ ખાન પઠાણ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ .પોક્સકો એક્ટ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દેતા  આ પકરણ ની વધુ તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી એ.કે. પટેલે હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી યુવક લાવી તેને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની અટક કરી વધુ તપાસ હાથ ધરશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી