તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:વ્યારામાં 51 પશુપાલકોને ગુણવત્તા સભર દુધ ઉત્પાદન અંગે માર્ગદર્શન

વ્યારા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે ગુણવત્તા સભર દૂધ ઉત્પાદન વિષય ઉપર ઓનલાઈન વેબીનાર તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભારતના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ દૂધ દિવસ નિમિતે 51 દૂધ અને દૂધની બનાવતોનું ગુણવત્તા સભર ઉત્પાદન વિષય ઉપર ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું . સદર વેલીનારમાં તાપી જીલ્લાના કુલ 51 જેટલા પશુપાલકોએ ભાગ લીધો હતો .

જેમાં ડો . ટીંબડીયાએ તાપી જીલ્લાના પશુપાલકોને સ્વચ્છ દૂધનું મહત્વ, સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે લેવાતી વિવિધ કાળજીઓ, દોહનની વિવિધ પદ્ધતિઓ તેમજ તેના માટે ઉપયોગમાં લેવાતા વાસણોની માવજત વિષે સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દૂધ બગડવાની પ્રક્રિયા સૌથી ઝડપી હોઈ તેની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન જાળવણી કરવી બહુજ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે દૂધ દોહન માટે ઉપયોગમાં લેવાતા ઈજેકશનની મનુષ્યમાં આડઅસર ખાસ કરીને વંધ્યત્વ વિશે માહિતી આપી હતી.

સમડી અને ગીઘ જેવા પક્ષીઓની ઘટતી જતી સંખ્યા માટે પણ આ ઈજેશન જવાબદાર છે . દૂધ ઉત્પાદન મેળવવા માટે કેમિકલનો ઉપયોગ ટાળી સમગ્ર માનવજાત અને પશુપક્ષીઓના સ્વચ્છ જીવન માટે આહવાન કર્યું હતું . કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ . સી . ડી . પંડયાએ સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે લેવામાં આવતા જરૂરી પગલાઓ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી . તાલીમના અંતે પશુપાલકોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...