તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામુ:મતદાનના દિવસે પગાર કાપ્યા વિના રજા આપવી

વ્યારા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં મતદાન માટે શ્રમિકોને રજા રહેશે જેથી તેઓ લોકશાહીનાં પર્વમાં અમૂલ્ય ફાળો આપી શકે એ માટે તાપી જિલ્લા કલેકટર આર.જે હાલાણી એ જાહેરનામુ બહાર પાડ્યું હતું અને શ્રમિકો મતદાન કરી શકે એ માટેનો જોગવાઈ કરી હતી. તાપી જિલ્લામાં આગામી દિવસોમાં નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તા.28.02.2021ના રોજ યોજાનાર છે.

ચૂંટણીમાં તમામ નાગરિકો અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તમામ મતદારો આ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લે તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ એક્ટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ અને કર્મચારીઓને રજા મંજૂર કરવા અંગે મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા મુજબ, મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાના અધિકારનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે તે માટે આ રજા આપવામાં આવેલ છે. જેથી કોઈ પણ શ્રમયોગીઓની પગાર કપાશે નહીં, જો કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો