વ્યારામાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, જેને લઇને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને એક જગ્યા પર મૂકી શકાય એ માટે આયોજન કર્યું હતું. વ્યારાના સીંગી વિસ્તારમાં બે જગ્યા પસંદ કરી ત્યાં 45 લાખના ખર્ચે રખડતાં ઢોરોને પૂરવા કમ્પાઉન્ડ સહિત વિવિધ સુવિધા ઊભી કરાશે સાથે માલિકીના ઢોર હોય તો તેમને દંડ ભરીને તેને છોડવામાં આવશે. વ્યારામાં રખડતા ઢોરોએ સૌથી મોટી મુશ્કેલી ઉભી થઈ રહી છે, જેના કારણે નગરોમાં ગંદકીની સાથે અકસ્માત થવાની શક્યતા પણ વધી ગઈ છે. કેટલીવાર રખડતા ઢોરોને કારણે રાહદારીઓને ઈજા પહોંચે છે.
રાત્રે જૂના બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તાઓ પર રખડતા ઢોરો અડીંગો જમાવી દેતા હોય છે. ઢોરો બાબતે વધતી જતી મુશ્કેલીઓ પગલે અવારનવાર નગરપાલિકામાં ફરિયાદ ઉઠી હતી, જેને લઇને તાજેતરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને કબજે કર્યા હતા. વ્યારા નગરપાલિકા દ્વારા નગરના બે જગ્યાઓ હાલ સર્વે કરી જોઈ રાખવામાં આવી છે, જ્યાં અંદાજે 45 લાખના ખર્ચે જગ્યાઓ ડેવલપ કરવામાં આવશે. જેમાં રખડતા પશુઓ પકડાય તો તેમને પકડીને કેદ કરવામાં આવશે. તેમજ આ જગ્યા પર ઢોરોને કેદ કરવા ગૌચર ઉભું કરશે, જેમાં ફેન્સીંગ કરશે અને પાણી, ઘાસચારા સહિત અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશેે.
બે જગ્યા જોઇ કામગીરી કરવામાં આવી રહી છે
આ અંગે વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલને સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે નગરના સીંગી વિસ્તારમાં બે જેટલી જગ્યાઓ અને હાલ સર્વે કરી જરૂરી કામગીરી હાથ ધરી દેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.