તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્રમશાળા પણ અનલોક:આજથી તાપીની 57 આશ્રમશાળામાં પણ ધો. 6 થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના આગમન પૂર્વે આશ્રમ શાળાઓને સેનેટાઇઝ કરી દેવાઇ. - Divya Bhaskar
વિદ્યાર્થીઓના આગમન પૂર્વે આશ્રમ શાળાઓને સેનેટાઇઝ કરી દેવાઇ.
  • તાપી જિલ્લાની આશ્રમશાળાઓમાં ભણતાં 4497 વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ મે‌ળવતાં થઇ જશે

તાપી જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં આવેલી 57 આશ્રમશાળામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઊંડાણના ગામડાઓ, ડાંગ અને સેલવાસ સહિતનાના ગામોના બાળકો સહિત કુલ 4497 બાળકો અભ્યાસ કરે છે. કોરોનાના કારણે બાળકો આશ્રમ શાળામાં આવી શક્યા નથી. જેનું કારણ વિદ્યાર્થીઓએ ત્યાં હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરવાનો હોવાથી મંજૂરી મળતી ન હતી. પરંતુ શનિવારે પરિપત્ર આવતા જિલ્લાની તમામ આશ્રમ શાળાઓમાં ધો. 6 થી 8ના ઓફ લાઈન અભ્યાસક્રમ ચાલુ કરી દેવા સૂચના મળતા સંચાલકો ગાઈડ લાઈન આધારે વિદ્યાર્થીઓની રહેવા અને ભણવા માટેની સુવિધાની તૈયારીઓ શરૂ કરી હતી.

તાપી જિલ્લાની આશ્રમશાળા

  • વ્યારા 12
  • વાલોડ 04
  • ઉચ્છલ 05
  • નિઝર 01
  • કુકુરમુંડા 03
  • ડોલવણ 16
  • સોનગઢ 16
  • કુલ 57

જોકે પહેલા દિવસે વિદ્યાર્થીઓનો ઓફલાઇનમાં માંડ વિદ્યાર્થીઓ હાજર રહી શકશે, જેનું કારણ છેવાડે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા તેમજ ગરીબ વાલીઓ પોતાના બાળકને મુકવા આવવા આર્થિક રીતે સુવિધાના અભાવે સંખ્યા નીચી રહશે. એક વિક જેટલો સમય બાદ જ અભ્યાસ રેગ્યુલર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ તકેદારીના ભાગરૂપે રવિવારે આશ્રમશાળાઓના રૂમમાંમાં સફાઈકામ અને સેનેટાઇઝિંગ કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવાની આશા સેવાઇ રહી છે.

પ્રારંભિક તબક્કામાં 50 ટકાની ક્ષમતા સાથે શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે
તાપી જિલ્લાની 57 આશ્રમશાળામાં 50 ટકા વિદ્યાર્થીઓને એક વર્ગમાં બેસાડવામાં આવશે બીજા વિદ્યાર્થીઓને બીજા વર્ષમાં બેસાડવામાં આવશે. તેમજ આશ્રમશાળામાં હોસ્ટેલમાં પણ સોશ્યલ ડિસ્ટન્સના નિયમ પાલન સાથે રૂમમાં 50 ટકા વિદ્યાર્થીઓને રાખવામાં આવશે.

કોરોના કાળમાં પણ પુસ્તકો ઘરે ઘરે પહોંચાડાયા હતા
કોરોના કાળામાં બાળકોનો અભયાસ ન બગડે એ માટે પુસ્તકો વિદ્યાર્થીઓ ના ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થી ગમે તેટલો દૂર કેમ ન રહેતો હોય પરંતુ શિક્ષકોએ બાળકોને સમયસર પુસ્તકો પહોંચાડી શિક્ષણને વેગવુંત રખાયું હતું.

શાળા-હોસ્ટેલમાં સતત મોનિટરિંગ થશે
સોમવારથી જિલ્લાની તમામ 57 શાળાઓમાં ધોરણ છ થી આઠનો 4497 વિધાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઓફલાઈન સરકાર દ્વારા અપાયેલી એસપીના પાલન સાથે ચાલુ કરવામાં આવશે. તેમજ તમામ શાળાઓમાં અને હોસ્ટેલમાં નિયમોના પાલન માટે સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. > હસમુખ ગામીત, મદદનીશ કમિશનર, આદિજાતિ વિભાગ, વ્યારા

ઓફલાઇન શિક્ષણથી છાત્રોનો ઉત્સાહ વધશે
બાળકો પણ સતત ઓનલાઇન શિક્ષણ મળવાને કારણે શિક્ષણ પ્રત્યે ઉદાસીન બની ગયા હતા. હાલ ઓફલાઈન શિક્ષણ શરૂ થવાની સાથે બાળકોને નવીચેતના અને ઉત્સાહ જોવા મળશે. > કેતન શાહ, આચાર્ય, વિદ્યાકુંજ વિદ્યાલય, વિરપુર

અન્ય સમાચારો પણ છે...