તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાનું બેજટ:અંતિમરથ અને સ્મશાનમાં લાકડાની સેવા ફ્રી

વ્યારા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરીબોને રૂ.15માં ભોજન આપતી અટલ થાળીને મંજૂરી
 • પાલિકાનું 5.17 કરોડના પૂરાંતવાળું 37.86 કરોડનું બજેટ મંજૂર

વ્યારા નગરપાલિકા દ્વારા બજેટને અનુલક્ષીને સામાન્ય સભા પાલિકાના પ્રમુખ સેજલબેન રાણા ના અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં 5.17 કરોડ ની પૂરાંતવારું 37.86 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું. નગરમાં ત્રણ જેટલા કામોને મંજૂરી મળી હતી. નગરમાં પ્રાથમિક સુવિધાના કામો અને હેલ્પલાઈન નંબર મુકવા, નગરના વિકાસના મહત્વના આયોજન અંગે ચર્ચા થઈ હતી.

વ્યારા નગરપાલિકાએ આવનાર વર્ષ 2021-22માં નગરજનો માટે વિવિધ વિકાસલક્ષી કામો કરવાના હોય તે બાબતને લઈ વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા, ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન સહિત વ્યારા ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાનેમાં બજેટને અનુલક્ષીને બેઠક યોજાઇ હતી. જેમાં વ્યારા નગરપાલિકા દ્વારા વર્ષ 2020- 21ના આયોજન કરી વ્યારા નગર માં વિવિધ વિકાસના કામોના આયોજન કરવામાં આવ્યા હતા.

જેમાં વર્ષ 2021 અને 22 ની કુલ આવક 14.87 કરોડ અને વર્ષ 2020 21 ની બંધ સિલક 22.99 કરોડ મળી કુલ આવક 37.86 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જયારે નગર પાલિકાના કુલ ખર્ચ 32.69 કરોડ થશે .જેને લઈ 5.17 કરોડની પુરાંતવાળું બજેટ કોઈ પણ જાતના વિરોધ વગર મંજુર થયું હતું.

બાગનો મરામત ખર્ચ પાલિકા ઉઠાવશે
વ્યારા નગર પાલિકાની બજેટ સભામાં વિવિધ કામોની સાથે નગરજનોને માં અત્યંત જરૂરી ગણાય એવા ત્રણ જેટલા સારા કામોને મંજૂરી મળી હતી. જેમાં વ્યારા નગરમાં અંતિમરથ તમામ વ્યક્તિઓને વિના મૂલ્યે આપવાનું નક્કી કરાયું હતું. બીજી તરફ વ્યારા નગરપાલિકાના સ્મશાનમાં લાકડા માટે હાલ પંદરસો રૂપિયા લઈ રહી છે. તે નગરજનો માટે વિનામૂલ્યે કરી દેવાય છે. જેને પંડિત દિન દયાલ યોજના જોડી દેવાયું છે. વ્યારા નગરમાં આવેલા સ્મશાનમાં બાગ આવેલો છે. જેની મરામત ખર્ચ પણ વ્યારા નગરપાલિકા દ્વારા કરવાનું નક્કી કરાયું છે. વ્યારાના ગરીબોને જમવાનું મળે એ માટે પંદર રૂપિયામાં અટલ થાળી યોજનાની મંજૂરી અપાય છે.

પાલિકાને અહીંથી આવક થશે
વ્યારા નગરપાલિકામાં કરવેરાની આવક 3.35 કરોડ ,પાલિકા મિલકતની આવક 5.26 કરોડ ,મહેસુલી ગ્રાંટની આવક 1.74 કરોડ, ગત વર્ષ ની બંધ સિલક 14.87 કરોડ મળી કુલ 37.86 કરોડ આવશે.

પાલિકા અહીં નાણા વાપરશે
જેની સામે જાવક તરફ વહીવટી , સ્ટ્રીટ લાઈટ, બાંધકામ માં 12.20 કરોડ અને યોજનાકીય ખર્ચ માં 20.49 કરોડ મળી કુલ ખર્ચ 32.69 કરોડ અને પૂરાંત 5.17 કરોડ મળી 37.86 કરોડ ખર્ચ બતાવવામાં આવ્યો છે.

2 પાલિકાકર્મીને વિદાયમાન અપાયું
વ્યારા પાલિકામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહેલા મહાવીર ભાઈ એચ મિશ્રા (બાગ કર્મચારી) અને અશોકભાઈ મણિલાલ કોકણી (વોટર વકસ કર્મચારી)ને સભામાં ઉપસ્થિત વિવિધ આગેવાનો હસ્તે સન્માનિત કરાઇ વિદાય અપાઇ હતી. અને ભવિષ્યનું નિવૃત જીવન આનંદ અને શાંતપૂર્ણ રીતે પસાર થાય તેવી શુભકામના પાઠવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો