તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજે સિકલસેલ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કેમ્પ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા આજે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના રોજ આયોજિત કેમ્પ 19મી શનિવારના રોજ સવારે 10થી 1 સમય દરમિયાન વ્યારા નગર ના જુના બસસ્ટેન્ડ પાસે શ્રીજી અપના બજાર પાસે સિકલ સેલની બીમારીથી સૌ કોઇને રક્ત પરીક્ષણ - સારવાર તથા કાઉન્સેલિંગ નિ : શુલ્ક આપવામાં આવશે .

વ્યારા ખાતે વિવિધ સેવાકીય કાર્ય કરતી ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ,વ્યારા સિકલસેલ એનીમિયા બીમારી પર વર્ષો થી સમસ્યા-સારવાર સંશોધન સાથે કામ કરી રહી છે,જાગૃતિ ના હેતુ સંદર્ભે થી ચિત્રકામ અને લેખન સ્પર્ધા નું આયોજન કરેલ છે જેમાં સિકલસેલ ની બીમારીથી પીડિત 3 વર્ષથી 50 વર્ષ સુધીના વ્યક્તિ ભાગ લઇ શકશે.

ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષો થી સિકલ સેલ એનિમિયા સમસ્યા સારવાર સંશોધન એક અભિયાન ચલાવે છે,જે અંતર્ગત તાપી સહિત અન્ય તાલુકામાં વિવિધ પ્રકારના નિદાન કેમ્પ જાગૃતિ અભિયાન કરેલ છે. મહદઅંશે આ પ્રવૃત્તિ લોકના તંદુરસ્ત સ્વાચ્ય અને સિકલસેલથી પીડાતા દર્દીઓમાં વિષય સંલગ્ન માહિતી અને સમાજના અન્ય લોકોમાં રોગ સંબંધિત જાણકારી - માર્ગદર્શન વધે તે માટે કાર્ય કરે છે.

અન્ય સમાચારો પણ છે...