તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:તાપી જિલ્લામાં સાત તાલુકામાં લાભાર્થીને મફત ઉકાળા વિતરણ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં આયુર્વેદ અને હોમિયોપેથિક દવાખાનાઓ ખાતે આયુષ પધ્ધતિથી સારવાર અપાય છે તથા આયુષ પધ્ધતિ દ્વારા નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં મેડિકલ સ્ટાફ કોરોના વોરિયર્સ ખડે પગે સેવા કરી રહયા છે. કેમ્પમાં આયુર્વેદમાં દર્શાવેલ ચિકિત્સાઓ દ્વારા નિદાન આપી દરેક વ્યક્તિ નિરોગી રહે તે માટે ઔષધિઓ પૂરી પાડવામાં આવે છે. ઓપીડી લેવલ પર પંચકર્મની સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

વૈદ્ય ડૉ.જયશ્રીબેન પટેલના જણાવ્યાનુંસાર, “આજે જ્યારે વિશ્વમાં કોરોનાથી લાકો લોકો સંક્રમિત થયા છે. સંક્રમણને રોકવા આયુર્વેદિક અને હોમિયોપેથીકમા દર્શાવ્યા મુજબના ઉપચારથી રોગપ્રતિકારક શક્તિ વધારીને રક્ષણ કરવું શક્ય છે. તાપી જિલ્લામાં વર્ષ 2019થી આજદિન સુધી આયુર્વેદિક અને હોમિઓપેથીક મેડિકલ ટીમ દ્વારા ઉકાળા વિતરણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...