રાજકીય ભૂકંપ:આઝાદી બાદ પહેલીવાર વ્યારા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરમાં આયોજીત કાર્યક્રમમાં વ્યારા તાલુકા પંચાયતમાંથી 5 સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. - Divya Bhaskar
વ્યારા નગરમાં આયોજીત કાર્યક્રમમાં વ્યારા તાલુકા પંચાયતમાંથી 5 સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
  • તાલુકા પંચાયતના 5 કોંગી સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસે સત્તા ગુમાવી

વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા તાપી જિલ્લામાં ભાજપ ધીમે ધીમે સત્તા હાસિલ કરી રહ્યું છે. આઝાદી પછી પ્રથમવાર વ્યારા તાલુકા પંચાયતની સત્તા ભાજપ હાંસલ કરવામાં સફળ રહ્યું છે. જેમાં આજે પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં તાલુકા પંચાયત વ્યારાના પ્રમુખ અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્યો અને વાલોડ તાલુકા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે આંચકા જનક સમાચાર સામે આવ્યા છે.

તાપી જિલ્લા કોંગ્રેસની વ્યારા તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા મોટું ગાબડું પાડવામાં આવ્યું છે. જેને પગલે આઝાદીના આટલા વર્ષો બાદ વ્યારા તાલુકા પંચાયત પર પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. તાપી જિલ્લો એ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે કોંગ્રેસના મુખ્ય મંત્રી પણ આ વિસ્તારમાંથી રહી ચૂક્યા છે કોંગ્રેસ નું પ્રભુત્વ તાપી જિલ્લામાં ખૂબ જ સારું હતું પરંતુ હાલ તાપી જિલ્લા સંગઠનમાં કામ કરી રહેલા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા અને તાપી જિલ્લા પ્રમુખ જયરામભાઈ ગામીત, મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા સહિત અન્ય આગેવાનો અન તાપી જિલ્લા પચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, કરોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી તેમજ તેમની ટીમની મહેનત રંગ લાવી છે. સાથે પેટા ચૂંટણીના પરિણામ અને તાલુકા પંચાયત પર કબજો જોતા આવનાર 2022 વિધાનસભા ચૂંટણીમાં તાપી જિલ્લાની બંને બેઠક ભાજપ જીતશે એમાં કોઈ બે મત નથી.

અગાઉ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો હતો પરંતુ વ્યારા તાલુકા પંચાયતની 20 બેઠક પૈકી પ્રમુખ સહિત 5 સભ્ય આજે ભાજપમાં જોડાતા ભાજપમાં 11 સભ્ય થતા તાલુકા પંચાયત વ્યારાની સત્તા ભાજપએ હાંસલ કરી છે. જેને લઈ ભાજપ તાપી જિલ્લામાં મજબૂત સંગઠન સાથે આગળ વધી રહ્યું છે.

આ આગેવાનો ભાજપમાં જોડાયા
શનિવારે વ્યારાના નગરના કાર્યક્રમમાં વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ ઈશ્વરભાઈ ગામીત તેમજ દિવકાબેન ગામીત, દયાબેન ગામીત અને શર્મિલાબેન ગામીત મળી કોંગ્રેસના 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા. જ્યારે બાજીપૂરા ગામના સહકારી આગેવાન અશેષ ભક્ત જેઓ બાજીપુરા સેવા સહકારી મંડળી, બાજીપુરા પિયત મંડળી, બાજીપુરા કેળવણી મંડળના પ્રમુખ તેમજ બાજીપુરા ના છેલ્લા 20 વર્ષથી ઉપસરપંચ અને સુરત જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય અને વેજીટેબલ ફેડરેશન અને સરદાર હોસ્પિટલ બારડોલી ના ડિરેક્ટર તેમજ સ્વરાજ આશ્રમ બારડોલી, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ અમદાવાદ, ભક્તા આશ્રમ નવસારી થતા બાજીપુરા ગામના અન્ય 7 ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા અશેષ ભકતા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસ ઇવીએમ મશીનના વિરોધમાં આવેદન આપતું હતું ત્યારે ભાજપ કોંગ્રેસના ખરા ઇવીએમ છીનવી ગયું

માયપુર :એક તરફ ઇવીએમ મશીનના વિરોધમાં વાલોડ તાલુકા કોંગ્રેસ સંગઠન આવેદનપત્ર આપી રહ્યું હતું ત્યારે ભાજપે કોંગ્રેસના ઇવીએમ સમાન મુખ્ય કાર્યકરોને કેસરીયો ખેસ ધારણ કરાવતા સોપો પડી ગયો હતો. ​​​​​​​બાજીપુરા ખાતેના સંમેલનમાં વાલોડ તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ પ્રમુખ અશેષ ભક્ત, સરપંચ મુકેશભાઈ ચૌધરી, માજી તાલુકા પંચાયત કારોબારી સભ્ય અને પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખુભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પ્રજાપતિ પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ, અરવિંદભાઈ રાઠોડ પંચાયત સભ્ય અને હળપતિ સમાજના આગેવાન, શરદભાઈ પટેલ મંત્રી બાજીપુરા સેવા સહકારી મંડળી તથા બાજીપુરા દૂધ અને શાકભાજી મંડળી મંત્રી, સઈદ મજીદભાઈ શેખ પ્રમુખ લઘુમતી સમાજ બાજીપુરા, આ સાથે વાલોડ નાગરિક સહકારી મંડળીના પ્રમુખ પ્રશાંતભાઈ ચંપકભાઈ શાહ, અપૂર્વ વ્યાસ, વાલોડ સેવા સહકારી મંડળીના ડિરેક્ટર, સંજયભાઈ રાઠોડ માજી સરપંચ વાલોડ જેવા 1501 જેટલા કોંગ્રેસના પાયાના કાર્યકરો ભાજપમાં જોડાયા હતો.

અન્ય સમાચારો પણ છે...