તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vyara
 • Flawless, Clean Voter List Is The Foundation Of Elections, Intensive Efforts By Election Commission To Facilitate Voters In Tapi District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન પ્રયત્નો:ક્ષતિ રહિત, સ્વચ્છ મતદારયાદીએ ચૂંટણીનો મૂળ પાયો, તાપી જિલ્લામાં મતદારોને ચૂંટણી પ્રકિયામાં સુવિધા પૂરી પાડવા ચૂંટણી પંચ દ્વારા સઘન પ્રયત્નો

વ્યારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તાપી જિલ્લાના કલકેટર દ્વારા વિશિષ્ટ લોકોને સહાય આપી હતી. - Divya Bhaskar
તાપી જિલ્લાના કલકેટર દ્વારા વિશિષ્ટ લોકોને સહાય આપી હતી.

વિશ્વ વિકલાંગ દિન ઉજવણીના ઉપલક્ષમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જે.બી એન્ડ એસ.એ. હાઈસ્કૂલ વ્યારા ખાતે મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.કલેક્ટરે જણાવ્યું કે, આજે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી નિમિત્તે દિવ્યાંગજનોમાં મતદાર જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ પ્રયત્ન કરે છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા વર્ષ 2018ને સુગમ નિર્વાચન તરીકે જાહેર કરેલ છે. જે અંતર્ગત દરેક મતદારને મતદાર તરીકે નોંધણી કરવામાં આવે તેમજ મતદાન મથક પર સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવાનો આશય રહેલો છે. ખાસ કરીને દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રકિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુસર ચૂંટણીપંચ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. ​​​​​​​દિવ્યાંગોનો મતદારયાદીમાં સમાવેશ થયેલ ન હોય તેમણે 06.12.20 અને .13.12.20 ના ખાસ ઝુંબેશના દિવસે મતદાન મથક ખાતે જેઓના તા.01.01.21ની લાયકાતની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો તરીકે વિકટ પરિસ્થિતિઓમાં પણ ચૂંટણીઓ સમયે મતદાન કરી ચૂંટણીપંચના પ્રયત્નોને સાર્થક કરતાદિવ્યાંગ મતદારોનું રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિતે સન્માન કરવામાં આવે છે. કલેક્ટરના હસ્તે દિવ્યાંગોને કિટસનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.

જિલ્લામાં 3975 દિવ્યાંગ મતદાર
જિલ્લા પુરવઠા અધિકારી અને ઈ.ચાર્જ નાયબ જિલ્લા ચૂટણી અધિકારી નૈતિકા પટેલે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં સમાવિષ્ટ 171-વ્યારા (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 3392 દિવ્યાંગ મતદારો છે. જે પૈકી 3975 દિવ્યાંગ મતદારો ને ટેગીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તથા 172- નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 3033 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે અને તમામની ટેગીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં કુલ 7025 દિવ્યાંગ મતદારો પૈકી 7008 દિવ્યાંગ મતદારોને ટેગીંગ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો