કોરોના રસીકરણ:તાપી જિલ્લામાં બે દિવસમાં 10151 કિશોરોને પ્રથમ ડોઝ

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારામાં ડોલારા જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ યોજાયો

રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોનો કોવિડ-19 પ્રતિરોધક રસીનો મહાઅભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે તાપી જિલ્લામાં આ તમામ પ્રક્રિયા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના સીધા માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલન નેતૃત્વ હેઠળ 152 સ્થળોએ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસમાં 10151 બાળકોએ કોરોનારસી લીધી હતી.

પ્રથમ દિવસે 4451 હજારથી વધુ બાળકોએ રસી લીધી હતી. અંદાજિત 25000 હજાર બાળકોને રસી મુકવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તાલુકાના ડોલારા ગામ સ્થિત બ્રથર્ન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રસીરકરણના કેમ્પની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. શાળાના 350 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વેક્સિન મુકાવી હતી. ઉપરાંત કોઇ બાળક રસીથી બાકાત ન રહે તેની કાળજી લેવા સુચનો કર્યા હતા.

તાલુકાવાર રસીકરણના આંકડા | તાપી જિલ્લામાં આજરોજ રસીકરણના આંક તરફ નજર કરીએ તો સાંજે 4 વાગ્યા સુધી, વ્યારા તાલુકામાં કુલ-2536, વાલોડ- 2515 ડોલવણ-619 ઉચ્છલ-1436 સોનગઢ-2003, નિઝર-723, કુકરમુંડા-319 મળી કુલ-10151 કિશોરોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોનામાં યુવા સુરક્ષિત રહે તે માટે શિક્ષણ અને આરોગ્ય વિભાગ સાથે મળી કામગીરી કરી રહ્યા છે.

સુરત જિલ્લામાં બીજા દિવસે 15થી 18 વયજૂથના 17212નું રસીકરણ
બારડોલી : સુરત જિલ્લામાં સતત બીજા દિવસે પણ રસીકરણનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં 101 ટીમોએ કુલ 17212 તરૂણોનું રસીકરણ કર્યુ હતું. જેમાં ચોર્યાસીમાં 1141, કામરેજમાં 2674, પલસાણામાં 2035, ઓલપાડમાં 2198, બારડોલીમાં 3441, માંડવીમાં 1648, માંગરોળમાં 2466, મહુવામાં 749 અને ઉમરપાડા તાલુકામાં 860 મળી કુલ 17212 જેટલા તરૂણોએ પોતાની શાળામાં, ગામના પ્રાથમિક અથવા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ કરાયું હતું.

જિલ્લામાં પહેલા દિવસે 20950 તરૂણોએ વેક્સિન મુકાવી હતી. બીજા દિવસે 17212 તરૂણોએ રસી મૂકાવી કોરોના જંગમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. અભિયાનના પ્રારંભિક બે દિવસમાં જિલ્લામાં કુલ 38162 કોરોના રસી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...