વિવાદ:વ્યારાના કુંભારવાડની શાક માર્કેટ ખસેડવા મુદ્દે સ્થાનિકો અને વેપારીઓ વચ્ચે બબાલ

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટ અન્ય સ્થળે ખસેડવા સ્થાનીકોની અનેક રજૂઆત, છતાં કોઈ પરિણામ ન આવતા મામલો બિચક્યો

વ્યારામાં આવેલા કુંભારવાડ માં આવેલા શાકભાજી માર્કેટ ના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી રવિવારે સ્થાનિકો એકત્ર થઈ માર્કેટ અન્ય સ્થળે ખસેડવાની માંગ સાથે રસ્તો બંધ કરી દેતા મામલો ગરમાયો હતો. વ્યારા નગરના કુંભારવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ આવેલું છે. જે શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને સ્થાનિકો દ્વારા અવર જવર કરવા માટે ખુલ્લી જગ્યા અને શાકભાજી માર્કેટ ને અન્ય સ્થળ કરવા માટે વ્યારા નગરપાલિકા માં ચારથી પાંચ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં સ્થાનિકો ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

વ્યારા નગર પાલીકા દ્વારા કુંભારવાડ ના વિસ્તારના શાકભાજી માર્કેટના પ્રશ્ન પ્રશ્ને તાકિદે હાલ કરે એવી માંગ ઉઠવા પામી હતી. જોકે નગરપાલિકા દ્વારા કોઇ યોગ્ય કામગીરી ન કરતાં મુશ્કેલી વધી રવિવારના રોજ કુંભારવાડ ના રહીશો દ્વારા એકત્ર થઇ ગયા હતા અને માર્ગ પર લાકડાની આડશ ઉભી કરી રસ્તો બંધ કરી દઈ શાકભાજી માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે માંગ કરી હતી.

બીજી તરફ નગરપાલિકાને માં જાણ થતાં નગરપાલિકાના ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ અને નગર પાલિકા ના કર્મચારી મલયભાઈ સ્થળ પર આવી ગયા હતા અને સ્થાનિકો અને માર્કેટ ના શાકભાજી વેચતા લોકો વચ્ચે નિરાકરણ લાવ્યા હતા જેમાં શાકભાજી વેચતા લોકોને અન્ય સ્થળે વ્યવસ્થા કરી આપતા તેઓ ત્યાંથી ખસી ગયા હતા. વ્યારા નગરપાલિકા દ્વારા કુંભારવાડા રહીશો અને શાકભાજી માર્કેટના વેપારીઓ વચ્ચે થતી બબાલ અટકાવવા માટે કાયમી નિકાલ કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...