તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વ્યારા કેન્દ્રમાં ખેડૂતોને સરગવાના છોડ અપાયા

વ્યારા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિ. દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ે કાર્યરત છે. કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી વિષયને અનુલક્ષીને ખેડૂત જાગૃતતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ 44 ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું કે પર્યાવરણમાં આવતાં અસંતુલનને કારણે સ્વાથ્ય તેમજ કૃષિ ક્ષેત્રે માઠી અસર જોવા મળે છે. તેમજ વધુમાં ખેડૂતોને પર્યાવરણનું જતન કરવા અને વધુ વૃક્ષો વાવવા હાંકલ કરી હતી. પર્યાવરણની અસંતુલિતતાની માનવ સ્વાથ્ય પર થતી અસરો તેમજ સરગવાના વૃક્ષને દરેક ઘરે વાવી જતન કરવા તેમજ સરગવાના માનવ સ્વાથ્યને થતા ફાયદાઓ સમજાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...