તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં આક્રોશ:વ્યારા APMCમાં ભીંડાના નીચા ભાવ બોલાતાં ખેડૂતો વિફર્યા, કેરેટ ઉડાવી આક્રોશ ઠાલવ્યો

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરાજીમાં ભીંડાના મણના રૂ.235ના બદલે રૂ. 400 આપવા ખેડૂતોની ઉગ્ર માગ

વ્યારા નગર ખાતે આવેલા એપીએમસીના ભીંડા માર્કેટમાં ભાવ ઓછા આપવા બાબતે ખેડૂતો વિફરતા વેપારીના લીધેલ ભીંડા માર્કેટમાં ઉડાવી ફેંકી દેતા મામલો ગરમાયો હતો. ખેડૂતોએ ભીંડા ન વેચી પોતાના આક્રોશ ઠાલવ્યો હતો. આજે બીજા દિવસે પણ માર્કેટમાં ભીંડાની ખરીદી ન થતાં ખેડૂતોએ ગડત, ડોલવણ અને બુહારી સુધી લંબાવવું પડ્યું હતું. વ્યારા એપીએમસીમાં ભીંડા માર્કેટ બંધ રહ્યું હતું.

તાપી જિલ્લામાં હાલ ભીંડાની ખેતીનો પાક વધુ હોવાથી ખેડૂતો પોતાનો પાક ડોલવણ, વ્યારા અને બુહારી ખાતેના વેપારીઓને માલ આપતા હોય છે, જેમાં ભીંડાની હરાજી દરમિયાન ખેડૂતોને વ્યારા ખાતે ભીંડાના ભાવ હરાજીમાં રૂ. 235 ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા અને ખેડૂતોએ માંગણી કરી હતી કે રૂ.400 ના ભાવ આપો તો જ ભીંડા આપવા એ બાબતે રકઝક થતાં ખેડૂતો અને વેપારીઓ આમનેસામને થઈ ગયા હતા, જેને પગલે ખેડૂતો વધુ વિફરતા અને ભાવના મામલે વેપારીઓએ લીધેલા ભીંડાના કેરેટ અને બોક્સ પર આક્રોશ ઠાલવ્યો હતો અને ભીંડાના કેરેટ અને બોકસો ઉડાવી ભીંડાને વેરણછેરણ કરી દીધા હતા.

મામલો ગંભીર બન્યો હતો. જે અંગેની જાણ વ્યારા પોલીસ સ્ટેશનમાં થતાં વ્યારા પોલીસ તાત્કાલિક માર્કેટમાં આવી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. ગઈકાલે પણ હરાજી બંધ રહી હતી અને આજરોજ પણ વેપારીએ માલ ન લેતા ખેડૂતોએ વ્યારા છોડી ડોલવણ, બુહારી અને ગડત ખાતે માલ આપવા જવું પડ્યું છે.

વેપારીઓ કહે છે રૂ. 400 આપીએ તો અમને પણ નુકસાન સહન કરવાનો વારો આવે
વેપારીઓના જણાવ્યા મુજબ મુંબઈ, અમદાવાદમાં ભીંડાની આવક વધુ હોય અને શાકભાજીની આવક વધુ હોવાથી ભાવો નીચા જતા તેમણે માર્કેટમાંથી ભીંડા ઓછા ભાવે ખરીદવા પડે છે. મુંબઇ અને અમદાવાદના માર્કેટમાં માલ રૂ. 200થી રૂ.250 પ્રમાણે ખરીદતા હોય અને તેની સામે ખેડૂતો વેપારીઓ પાસે રૂ. 400ની માગણી કરે તો દોઢસોથી બસ્સો સુધીની ખોટ કરવી પડે અને રોજ આવતા હજારો કિલો ભીંડા સામે વેપારીઓને પણ દેવાળીયું બનાવી દે.

અન્ય સમાચારો પણ છે...