તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીવારસને શોધવા માટે તપાસ:વ્યારાના ચિલ્ડ્રનહોમમાં વિખૂટા પડેલા બાળકના પરિવારની શોધખોળ

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત માસથી બાળકની ચિલ્ડ્રન હોમ ખાતે કાળજી લેવાઈ રહી છે

ઉચ્છલના ભડભુજા વિસ્તારમાં એક 9 વર્ષીય અજાણ્યો બાળક એક માસ પેહલા મળી આવ્યો હતો, જે બાળકના વાલી વારસ ન મળતા તેને વ્યારાના ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો છે. તેના વાલીવારસો મળે એ માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ઉચ્છલ તાલુકામાં ભડભુજા ગામમાંથી રવિ રામસિંગભાઈ પાડવી નામનો 9 વર્ષિય બાળક મળી આવ્યો હતો. પોતાના ઘર તથા વિસ્તારથી અજાણ આ બાળકને હાલ ચિલ્ડ્રન હોમ તાડકુવા વ્યારા ખાતે રાખવામાં આવેલ છે.

આ બાળક એક માસથી વધુ સમયથી પોતાના પરિવારજનોથી દૂર છે.પરિવારની અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તંત્રને માહિતી મળેલ નથી. જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા બાળકના વાલીવારસને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બાળકના વાલી વારસોએ તેને લઈ જવા બાળકના આધાર પુરાવા રજૂ કરી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તાપીનો ટે.નં. 02626-222203 તથા 8849124031 પર સંપર્ક કરવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો