તૈયારી:તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને સોનગઢ મળી કુલ-14 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26મીએ યોજાનાર ગુજરાત વહીવટી સેવા પરીક્ષા સંદર્ભે જાહેરનામુ

ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કીસેવા વર્ગ-1/2 અને ગુજરાત નગર પાલેકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જગ્યાઓ માટે આગામી તા.26/12/2021ના રોજ સવારે 10 થી 1 કલાક સુધી અને બપોરે 3 થી 6વાગ્યા સુધી પરીક્ષા યોજાનાર છે. જેથી જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, મુકત વાતાવરણનું નિર્માણ થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું.

26/12/21 ના રોજ સમગ્ર વિસ્તારના પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના 100 મીટરના ધેરાવામાં પરીક્ષા દરમિયાન કોઈ પણ અનઅધિકૃત વ્યકિતઓએ એકત્રિત થવા પર કે હથિયાર, મોબાઈલ લઇ જવા, પરીક્ષા દરમિયાન તેનો ઉપયોગ કરવા ઉપર કે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના 100 મીટરના ધેરાવામાં અને પરીક્ષા સમયના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ,ફેકસ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ફરજ પરના વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કીસેવા વર્ગ-1/2 અને ગુજરાત નગર પાલેકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાઓ 14 કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કૂલ, ટાવર રોડ, વ્યારા, એમ.પી.પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉ.મા.શાળા, શબરીધામ, કાકરાપાર બાયપાસ રોડ, વ્યારા, ખુ. મા. ગાંધી પ્રાથમિક શાળા, ટાવર રોડ, વ્યારા, કે.બી.પટેલ પ્રાથમિક શાળા, વ્યારા, કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ,વ્યારા, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા, આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી, ધુલિયા રોડ, વ્યારા,

જિ.તાપી સેન્ટર-અ વિદ્યા ગુર્જરી હાઇસ્કૂલ, કારપેટ ઘર, પનિયારી, વ્યારા તાલુકાખાતે પરીક્ષા યોજાશે. વાલોડ તાલુકામાં આર.વી. પટેલ ઉ.મા શાળા, બાજીપુરા,વાલોડ, સ.ગો.હાઇસ્કૂલ, વાલોડ, બી.ટી. & કે.એલ.ઝવેરી સાર્વ, બુહારી, ખાતે પરીક્ષા યોજાશે. તથા સોનગઢ તાલુકામાં સાર્વજનિક હાઇસ્કૂલ ફોર્ટ-સોનગઢ, સરકારી વિનયન અને વાણિયજ કોલેજ, સોનગઢ આદર્શ નિવાસી શાળાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...